________________
ક્ષયથી, પશમથી અને ઉદયથી ઉત્પન્ન થાય છે, કારણ કે તેમને સ્વભાવ તથવિધ (તે પ્રકારની) રૂચિ રૂપ હોય છે. તથા ચક્ષુદ્દશનાદિ બાકીના ચાર દર્શન તે દર્શનાવરણીય કર્મના જે ચાર ભેદ છે તેમના ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે. તેમને સ્વભાવ સામાન્ય રૂપે પદાર્થોને ગ્રડ કરવાનો હોય છે. અહીં દર્શન” પદ શ્રદ્ધા અને સામાન્ય ગ્રહણનું વાચક છે, તેથી દર્શન સાત પ્રકારનું કહેવામાં આવ્યું છે, એમ સમજવું. ૫ સૂરશા
આગલા સૂત્રના અન્ય ભાગમાં કેવલદર્શનને ઉલ્લેખ થયું છે. છ. સ્થાવસ્થા દૂર થયા બાદ જ કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી હવે સૂત્રકાર છદ્મસ્થાવસ્થા સાથે સંબંધ ધરાવતા સૂત્રનું કથન કરે છે–
છહ્મસ્થાવસ્થાસે પ્રતિબદ્ધ સૂત્રકા કથન
છ૩મય વીચોળુંઈત્યાદિ--(રુ. ૨૭) ટીકાર્થ-જ્ઞાનાવરણ, અને દર્શનાવરણ રૂપ બે આવરણે જેની પર વ્યાપેલાં છે. અને જેના અન્તરાય કમનો ઉદય છે, એવા જીવને છદ્મસ્થ કહે છે. એ છવાસ્થ મનુષ્ય અનુત્પન્ન કેવળજ્ઞાન અને અનુત્પન્ન કેવળદર્શનવાળો હોય છે. અહી છદ્મસ્થને જે વીતરાગ કહ્યો છે, તે વીતરાગોદયવાળો હેવાથી કહ્યો છે. ઉપશાત મેહ અને ક્ષીણ મેહની અવસ્થાના સદુભાવમાં જીવ છદ્મસ્થ-વીત. રાગ બને છે. મોહનીયકર્મની પ્રકૃતિએને ક્ષય અથવા ઉપશમ થઈ જવાને કારણે તે છઘી વીતરાગ મેહનીય કર્મની પ્રકૃતિએને છોડીને સાત કમેની પ્રવૃતિઓનું વેદન કરે છે. તે સાત કર્મપ્રકૃતિએ નીચે પ્રમાણે સથજવી--
(૧) જ્ઞાનાવરણીય, (૨) દશનાવરણીય, (૩) વેદનીય, (૪) આયુ, (૫) નામ, (૬) ગેત્ર અને (૭) અન્તરાય. છે સૂ. ૨૭ છે
હવે સૂત્રકાર છદ્મસ્થ અને કેવલીની વક્તવ્યતા વાળા એક સૂત્રનું કથન કરે છે–“સત્ત જાણું છ૩થે મારેoi = કાજ” ઈત્યાદિ (સૂ ૨૯)
ટીકાર્થ–છધસ્થ નીચેના સાત સ્થાનને સર્વ ભાવે (પ્રત્યક્ષ રૂપે ) જાણો નથી અને તે પણ નથી-(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) અશરીર પ્રતિબદ્ધ જીવ, (૫) પરમાણુ પુલ, (૬) શબ્દ અને (૭) ગધે. પરંતુ ઉત્પન્ન શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને શ્રેષ્ઠ કેવળદર્શનવાળા કેવલી ભગવાન એ સાત સ્થાનને પ્રત્યક્ષ રૂપે જાણી શકે છે અને દેખી શકે છે. પાંચમાં સ્થાનકના ત્રીજા ઉદ્દેશાને દસમાં સૂત્રમાં આ બધા પદોની વ્યાખ્યા આપવામાં આવી છે, તો તે વ્યાખ્યા ત્યાંથી વાંચી લેવી. માસૂ. ૨૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૬૭