________________
ગાવામાં આવે છે. “શેણી જ મદુરઈત્યાદિ ગીતને અધિકાર ચાલુ હોવાથી કઈ સ્ત્રી કયા પ્રકારે ગાય છે તે જાણવાને માટે શિષ્ય નીચે પ્રમાણે પ્રશ્ન પછે – “હે ભગવન ! કેવી આ મધુર સ્વરે ગાય છે? કેવી સ્ત્રી પર (કર્કશ) સ્વરે ગાય છે? કેવી સ્ત્રી રૂક્ષ સ્વરે ગાય છે? કેવી સ્ત્રી શાસ્ત્રોક્ત વિધિ આ ગાય છે? કેવી સ્ત્રી મન્થર સ્વરે ગાય છે? કેવી સ્ત્રી શ્રુત સ્વરે ગાય છે? અને કેવી સ્ત્રી વિકૃત સ્વર કરીને ગાય છે?”
આ પ્રથાને ઉત્તર સૂત્રકારે “સામા ચરૂ માં ” ઈત્યાદિ સુત્રો દ્વારા નીચે પ્રમાણે આપે છે–શ્યામા-સ્ત્રી મધુર સ્વરે ગીત ગાય છે. કાળી સ્ત્રી પર અને રૂક્ષ સ્વરે ગીત ગાય છે. ગેરી સ્ત્રી શાસ્ત્રોક્ત પદ્ધતિથી ગીત ગાય છે. કાણું સ્ત્રી મન્થર (વિલખ) સ્વરે ગાય છે, અને આંધળી સ્ત્રી કત (જલ્દી જલદી) સ્વરે ગીત ગાય છે. તથા કપિલા સ્ત્રી વિસ્વરે ગીત ગાય છે,
“સાવરણમ” આ કથન દ્વારા જે સાત સ્વરે કહેવામાં આવ્યા છે, તે સાત સ્વરે કયા કયા છે?
આ પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે “ રિલ) ઈત્યાદિ જે ગેય (ગીત) વીણાના શબ્દ જેવું હોય છે અથવા જે ગીત વીણાના સૂર સાથે મળેલું હોય છે તે ગીતને તંત્રી સમાગેય કહે છે. એ જ પ્રમાણે ગેયનો સંબંધ પછીનાં પદે સાથે પણ સમજી લેવું જોઈએ. “ તાલસમગેય” થી લઈને “સંચારસમણેય” પર્યંતના પદની વ્યાખ્યા આગળ જે પ્રમાણે આપવામાં આવી છે એ જ પ્રમાણે અહીં પણ ગ્રહણ કરવી જોઈએ,
ગેય અને સ્વરમાં અભિવતા હોવાથી સૂત્રકાર કહે છે કે “સાત્તિ ઈત્યાદિ–આ પ્રકારના સાત વાર છે, ત્રણ ગ્રામ છે, અને ૨૧ મૂછનાઓ છે, તથા ૪૯ તાન છે. ષડૂ આદિ જે સાત સ્વર કહ્યા છે તેમને પ્રત્યેક સ્વર સાત તાન વડે ગવાય છે. આ પ્રકારે સાત તારવાળી વીણામાં અથવા ત્રણ તારવાળી વીણામાં ગવાતાં તાન ૪૯ જ છે અને કડથી ગવાતાં તાન પણ જ છે, આ પ્રકારે સ્વરમંડળનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. એ સૂ. ૧૪
ગાયનમાં જે કાયકલેશ થાય છે તેને લૌકિક કાયકલેશ કહી શકાય. તે લૌકિક કાયકલેશનું નિરૂપણ આગલા સૂત્રમાં કરવામાં આવ્યું છે. હવે સૂવકાર લે કોત્તર કાયકલેશનું નિરૂપણ કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫૩