________________
ઝિયમુદાયકળચં” આ કથન અનુસાર જે ગીત ૩૨ થી રહિત હોય છે તેને નિર્દોષ ગુણવાળું ગીત કહે છે. જે ગીત વિશિષ્ટ અર્થથી યુક્ત હોય છે તેને સારવત્ ” સરયુક્ત ગુણવાળું ગીત કહે છે શ્રોતાઓને ગીતના અર્થનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થઈ જાય, એવા હેતુપૂર્વક રચાયેલા પ્રસાદગુણયુક્ત ગીતને હેતુયુક્ત ગીત કહે છે. જે ગીત ઉપમા આદિ અનં. કારથી યુક્ત હોય છે તેને અલંકૃત ગીત કહે છે. જે ગીત ઉપનય અને નિગમનથી યુક્ત હોય છે તેને ઉપનીત ગીત કહે છે. ઉપનય અને નિગ. મનનો અર્થ અહીં ઉપસંહાર લેવામાં આવ્યો છે. જે ગીત કિલષ્ટ અર્થ, વિરૂદ્ધ અર્થનું અને લજજાસ્પદ અર્થનું વાચક હોતું નથી, તેને સોપચાર ગીત કહે છે અથવા અનુપ્રાસયુક્ત જે ગીત હોય છે તેને સેપચ ૨ ગીત કહે છે. જે ગીત અતિવચનથી (નકામા વિસ્તારથી) રહિત હોય છે એટલે કે સંક્ષિપ્ત અક્ષરોવાળું જે ગીત હોય છે તેને મિતગીત કહે છે. જે ગીત માધુર્ય ગુણથી યુક્ત હોય છે તેને મધુરગીત કહે છે. આ આઠ ગુણેથી યુક્ત જે ગીત હોય છે, એ જ ગાવાને ચગ્ય હોય છે.
હવે વૃત્તના ત્રણ પ્રકાર પ્રકટ કરવામાં આવે છે– (૧) સમવૃત્ત–જે વૃત્તમાં ચારે ચરણોમાં સમાન અક્ષરો હોય છે તે વૃત્તને સમવૃત્ત કહે છે. (૨) અર્ધસમવૃત્ત–જે વૃત્તમાં પહેલા અને ત્રીજા ચરણમાં અને બીજા અને ચેથા ચરણમાં સમાન અક્ષરે હોય છે તે વૃત્તને અર્ધસમવૃત્ત કહે છે. (૩) વિષમવૃત્ત-જે વૃત્તના ચારે ચરણોમાં અક્ષરોની સંખ્યા વિષમ (અસમાન) હોય છે તે વૃત્તને વિષમવૃત્ત કહે છે. વૃત્તના આ પ્રમાણે ત્રણ પ્રકાર છે.
ભણિતિ એટલે ભાષા. તે ભણિતિના બે પ્રકાર કહ્યા છે–(૧) સંસ્કૃત ભાષા, અને (૨) પ્રાકૃત ભાષા. આ બંને ભાષાઓ ત્રાષિએ દ્વારા કહેવામાં આવી હોવાને લીધે પ્રશસ્ત છે. તે કારણે તેમને વહૂજ આદિ સ્વર સમૂહમાં
દશા-૮૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫ ૨