________________
ભાગ આદિ સ્થાનમાંના કેઈ એક જ સ્થાનમાંથી જ પ્રકટ થાય છે. તેથી પ્રકટ થવાની અપેક્ષાએ તે પ્રત્યેક સ્વરનું ઉપર બતાવ્યા અનુસાર જ સ્થાન સમજવું જોઈએ.
આ પ્રમાણે સાતે સ્વરેનાં સ્થાન પ્રકટ કરીને હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે કયા કયા જી કયા કયા સ્વરનું ઉચ્ચારણ કરે છે–
મોર ષડૂ જ સ્વરમાં બેલે છે. કૂકડે છેષભ સ્વરમાં બેલે છે. હંસ ગાન્ધાર સ્વરે બેલે છે. ઘેટું મધ્યમ સ્વરે બોલે છે. વસંતમાં કાયલ પંચમ સ્વરે બોલે છે. સારસ પૈવત સ્વરે બોલે અને કચ પક્ષી નિષાદ સ્વરે બોલે છે,
કયા કયા વાજિંત્રોમાંથી કયા કયા પ્રકારના સ્વરો નીકળે છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
પ્રદેશમાંથી ષડજ સ્વર નીકળે છે. ગેમુખીમાંથી ઋષભ સ્વર નીકળે છે, શંખમાંથી ગાન્ધાર સ્વર નીકળે છે, ઝાલરમાંથી મધ્યમ સ્વાર નીકળે છે.
શ૦–૭૮ ચામડાથી મઢેલી દર્દરિકામાંથી પંચમ સ્વર નીકળે છે, પટહ (પડઘમ) માંથી ધવત સ્વર નીકળે છે અને મહાભેરીમાંથી નિષાદ સ્વર નીકળે છે.
અહીં એવું સમજવું જોઈએ કે મૃદંગ આદિમાં નાભિ, ઉર આદિ સ્થાનેને સદુભાવ હોતું નથી. તેથી મૃદંગાદિ જન્ય સ્વરમાં નાભિ, ઉર આદિ સ્થાનમાંથી ઉત્પમાનતા રૂપ વ્યુત્પત્તિલભ્ય અર્થ ઘટિત થતો નથી. છતાં પણ મૃદંગ આદિ વાવોમાંથી જ આદિ સ્વરોના જેવાં સ્વરે ઉત્પન્ન થાય છે, તે કારણે તેમને મૃદંગાદિ રૂપ અ ને આશ્રિત કહેવામાં આવેલ છે.
હવે સૂત્રકાર આ સાતે સ્વરેના લક્ષણેનું ફળની અપેક્ષાએ નિરૂપણ કરે છે–ષજ સ્વર વડે મનુષ્ય પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે. ષડૂજ સ્વરવાળા મનુષ્ય વડે કરાતું કામ કદી નિષ્ફળ જતું નથી–તેને કામમાં સદા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२४६