________________
સફળતા જ પ્રાપ્ત થાય છે. તેને ઘેર અનેક ગાય હોય છે, તેને અનેક મિત્ર હોય છે, તેનું ઘર કદી પણ પુત્રથી રહિન હોતું નથી. આ વરવાળે માણસ સ્ત્રીઓમાં પ્રિય થઈ પડે છે.
ઋષભ સ્વરવાળે મનુષ્ય એશ્વર્ય સંપન્ન હોય છે, તે સેનાપતિના પદની પ્રાપ્તિ કરે છે, ધન, વસ્ત્ર, સુગંધિત પદાર્થો, અલંકારે, સુંદર પલંગ, સોફા આદિ પદાર્થોની તેને પ્રાપ્તિ થાય છે, અને અનેક સુંદર સ્ત્રીઓને તે પુરુષ પિતાની ભાર્યા રૂપે પ્રાપ્ત કરે છે.
ગાન્ધાર સ્વરવાળે મનુષ્ય ગીતનું આયોજન કરવામાં નિપુણ હોય છે, તે શ્રેષ્ઠ આજીવિકા સંપન્ન હોય છે. કલાનિપુણ પુરુષમાં તે અગ્રસ્થાન પ્રાપ્ત કરે છે, તે કાવ્યની રચના કરવામાં નિપુણ હોય છે, કર્તવ્યશીલ હોય છે. સદધ સંપન્ન હોય છે. તે સામાન્ય કવિ, ગાયક, કલાકાર આદિ કરતાં પ્રતિભાવાળે હોય છે અને સકળ શાને પૂર્ણ જ્ઞાતા હોય છે. મધ્યમ સ્વરવાળે મનુષ્ય સુખપૂર્વક પોતાના જીવનને વ્યતીત કરવાના સ્વભાવવાળે હોય છે. જેમકે તે સ્વાદિષ્ટ ભોજન કરાવનાર અને પિતાના જેવાં જ દૂધ આદિ પદાર્થોનું પાન કરાવનારે હોય છે.
જે માણસ પંચમ સ્વરથી યુક્ત હોય છે તે પૃથ્વીપતિ બને છે, શુરવીર હોય છે, સંગ્રહશીલ હોય છે અને અનેકગણને નાયક હોય છે.
જે માણસે પૈવત સ્વરવાળા હોય છે તેઓ કલહપ્રિય હોય છે, શિકાર કરવાના શોખીન હોય છે. તેઓ સૂવરને શિકાર પણ કરતા હોય છે અને માછલીઓને પણ મારી મારીને ખાનારા હોય છે.
નિષાદ સ્વરવાળા મનુષ્ય ચાંડાલ હેાય છે–ભયંકરમાં ભયંકર કૃત્ય કર નારા હોય છે, મૌષ્ટિક (મુઠ્ઠી વડે પ્રહાર કરનારા) હોય છે, સેય (અધમ જાતિના) હોય છે, તેઓ જાત જાતના પાપકર્મો કરવામાં પરાયણ હોય છે, ગૌહત્યા કરનારા હોય છે, અને પારકાના ધનનું અપહરણ કરનારા ચોર હોય છે.
હવે સૂત્રકાર આ સ્વરના સામેનું અને પ્રત્યેક સ્વરની મૂછનાનું નિરૂપણ કરે છે
આ સાત સ્વરોના નામ નીચે પ્રમાણે છે–(૧) વર્જ ગ્રામ, (૨) મધ્યમ ગ્રામ અને (૩) ગાન્ધાર ગ્રામ,
ષડુંજ ગ્રામની સાત મૂચ્છના કહી છે–(૧) મંગી, (૨) કૌરવીયા, (૩) હરિ, (૪) રજની, (૩) સારકાન્તા, (૬) સારસી અને (૭) શુદ્ધ ષડુ.
મધ્યમ ગ્રામની સાત મૂનાઓ નીચે પ્રમાણે છે-(૧) ઉત્તરમદા, (૨) રજની, (૩) ઉતરા, (૪) ઉત્તરાસમા, (૫) સમવકતા, (૬) સૌવીરા અને (૭) અભીરુ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२४७