________________
જુદા જુદા વચનવાળા શબ્દોને આ નય એક જ અર્થ માને છે. જેમકે પવિંગ તટ” શબ્દનો જે અર્થ થાય છે એજ અર્થ નપુંસક લિંગના “તરન” શબ્દને પણ થાય છે અને સ્ત્રીલિંગના “ તરી” શબ્દને પણ એ જ અર્થ થાય છે. એક વચનવાળા ગુરુ પદને જે અર્થ થાય છે, એ જ અર્થ દ્વિવચન અને બહુવચનવાળા ગુરુ શબ્દને પણ થાય છે. આ પ્રકારે આ નય લિંગના ભેદથી તથા વચનના ભેદથી તેમના વાગ્યાર્થમાં ભિન્નતાને સ્વીકારતા નથી, પરંતુ તેમના વાચ્યાર્થમાં એકાર્થતાને જ સ્વીકાર કરે છે. તથા–નામ ઈન્દ્ર, સ્થાપના ઈન્દ્ર, દ્રવ્ય ઇન્દ્ર અને ભાવ ઈન્દ્ર, એ બધામાં ઈન્દ્રાદિ રૂપ તેમના અર્થને ભિન્ન ભિન્ન માને છે-નામાદિક ચાર નિક્ષેપોને જ આ નય સામન્ય રૂપે માને છે.
કહ્યું પણ છે કે “તÇ નિર” ઈત્યાદિ– આ ગાથાને અર્થ ઉપરના કથનમાં જ સ્પષ્ટ થઈ જાય છે.
શબ્દનય–જે અને પ્રકટ કરે છે તેને શબ્દ કહે છે. અથવા જેના જેના દ્વારા અર્થ પ્રકટ કરાય છે તેનું નામ શબ્દ છે. અહીં શબ્દના અર્થના પરિગ્રહ વડે અને શબ્દ તથા અર્થમાં અસેદના ઉપચારની અપેક્ષાએ નયને પણ શબ્દ રૂપ જ કહી દેવામાં આવ્યું છે. જેમ કૃતકવ આદિ રૂપ હેતુના અર્થના પ્રતિપાદક પદને હેતુ જ કહી દેવામાં આવે છે, તેમ નયને પણ અહીં શબ્દ રૂપ કહી દેવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે :
“ સવM Rરૂ ” ઈત્યાદિ–
આ નય ભાવઘટને જ ઘટ રૂપ માને છે, કારણ કે નામઘટ અથવા સ્થાપનાઘટ અથવા દ્રવ્યઘટ પાણી લાવવાની ક્રિયા આદિમાં ઉપયોગી થતા નથી. પાણી ભરી લાવવાની ક્રિયા આદિમાં તે ભાવઘટ જ વાસ્તવિક ઘટ છે, એવી આ નયની માન્યતા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२४०