________________
તથા–“તર તટી, તરબૂ ” આ ત્રણ જુદા જુદા લિંગવાળા શબ્દોને એક જ અર્થ થાય છે, એવું આ નય માનતું નથી, પરંતુ આ નય એવું માને છે કે એક જ લિંગવાળા પર્યાયવાચી શબ્દોને એક જ અર્થ થાય છે, અને જુદાં જુદાં લિંગવાળા પર્યાયવાચી શબ્દને જુદે જુદો અર્થ થાય છે. વળી આ નય એવું માને છે કે એક જ લિંગવાળા પર્યાયવાચી શબ્દ જે જતી જુદી વિભક્તિવાળા હોય, તે તેમને અર્થ જુદે જુદે થાય છે, પરંતુ જે તેઓ સમાન વચનવાળા હોય, તે તેમને અર્થ એક જ થાય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે –
જુદા જુદા લિંગવાળા અને જુદા જુદા વચનવાળા જે શબ્દ છે તેમને અર્થ તો જુદો જુદો જ થાય છે, પરંતુ સમાન લિંગવાળા અને સમાન વચન વાળા શબ્દોનો અર્થ સમાન જ થાય છે. “સ્ત્રી અને પુરુષ” આ બે શબ્દમાં લિંગભેદને કારણે ભિન્નતા છે, પરંતુ “ઘર, મન, શુદઃ ” આ ત્રણે પદે સમાન લિંગવાળા અને સમાન વચનવાળા હોવાથી તેમના અર્થમાં કોઈ ભિન્નતા નથી. “કુટીર અને વૃક્ષઃ ” આ બે પદોના અર્થમાં વચનભેદને કારણે ભિન્નતા છે. કહ્યું પણ છે કે :
ત્ત નિર રિ૩ સુત્તમ” ઈત્યાદિ– આ પ્રકારના સ્વરૂપવાળે આ પાંચમો નય છે.
સમાન લિંગ (જાતિ) વાળા અને સમાન વચનવાળા શબ્દોમાં એકતા (અભિન્નતા) નું પ્રતિપાદન કરનાર શબ્દનય છે.
સમભિરુઢ નય–શબ્દનય કરતાં વિપરીત માન્યતાવાળે સમભિરુઢ નય આ નયની એવી માન્યતા છે કે નિરુક્તિના ભેદની અપેક્ષાએ સમાન લિંગવાળા અને સમાન વચનવાળા શબ્દોમાં પણ ભિન્નતા હોય છે—જેટલા શબ્દ છે એટલા જ તેમના અર્થ છે, એવું આ નય પ્રતિપાદન કરે છે.
કહ્યું પણ છે કે “= =” મારૂ” ઈત્યાદિ–
આ નય, ઘટ, પટ આદિ શબ્દોની જેમ ઘર, કુટ આદિ શબ્દને પણ જુદા જુદા અર્થવાળા માને છે, કારણ કે ઘટ, કુટ આદિ શબ્દ જુદી જુદી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૪૧