________________
સાત પ્રકારકા મૂલનયકા નિરૂપણ
આ મૂળગાત્ર અને શાખાગેાત્રના વિભાગ જુદા જુદા નયા ( મતે) ૨ આધારે થાય છે. તેથી હવે સૂત્રકાર નયના પ્રકારનું કથન કરે છે. “ સત્ત મૂજનથી વળત્તા ' ઇત્યાદિ
ટીકા-મૂળનય સાત કહ્યાં છે-(૧) નૈગમ, (૨) સ`ગ્રડ, (૩) વ્યવહાર, (૪) ઋજુ સૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવ’ભૂત,
પ્રમાણ દ્વારા ગૃહીત થયેલી એવી અનેક ધર્માંત્મક વસ્તુના કોઈ એક ધર્મને આધારે નિશ્ચય કરનારા જે પ્રમાતાના વિચાર ( મત ) હોય છે તેને નય કહે છે. જેમકે “ આ નિત્ય જ છે, આ અનિત્ય જ આ પ્રકારની માન્યતાનું નામ નય છે. આ નયના દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય નામના બે મુખ્ય ભેદ પડે છે. પદાથ દ્રવ્ય પર્યાય રૂપ છે, એક અને અનેક ધર્માંત્મક છે, આ પ્રકારની માન્યતાને અનેકાન્તવાદ કહે છે. આ અનેકાન્તાત્મક પદાર્થ નયના વિષય નથી પણ પ્રમાણના વિષય છે. અનેક છે અન્ત (ધર્માં) જેમાં તેને અનેકાન્ત કહે છે. દ્રવ્યાર્થિક નય કેવળ દ્રવ્યના જ વિચાર કરે છે અને પર્યાયાર્થિક નયના જે વિષયલે છે તેને ગૌણ કરે છે, તેનું ખંડન કરતા નથી, તેમાં ગનિમીલિકા ભાવ ( ઉપેક્ષા ભાત્ર ) ધારણ કરે છે. એઢલે કે પોતાના વિષયને પ્રાધાન્ય આપે છે અને પર્યાયાથિક નયના વિષયને ગૌણુ રૂપ આપી દે છે. આ પ્રકારે અન્ય નયના વિષયને ગૌણુ કરીને પેાતાના વિષયને મુખ્ય રૂપે, દ્રવ્ય રૂપે જાણનારા જે નય છે તેને દ્રાર્થિક નય કહે છે. “ નચાન્તરસાવેણાયઃ ” આ સૂત્રપાઠ દ્વારા એ જ વાત સમજાવવામાં આવી છે. અન્ય નયના વિષયની અપેક્ષા રાખતા થકા પાતાના વિષયની પુષ્ટિ કરનારા જે નય છે તેને જ સન્નય (સાચા અર્થમાં નય) કહે છે. તેનાથી વિપરીત લક્ષણવાળા જે નય છે તેને દુનય કહે છે. જેમકે કોઈ આ પ્રમાણે કહે કે “ મુળમાનય ’ સુવણુ લાવે છે અહી' દ્વિિર્થક નય અનુસાર કડાં, કુંડળ, હાર આદિ સેનાની વસ્તુને
tr
'
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
ܕ
૨૩૨