________________
સાત પ્રકારને મૂલગોત્રકા નિરૂપણ
ત્તિ મૂળો વળarઈત્યાદિ– ટીકા-સાત મૂળગોત્ર કહ્યાં છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે––(૧) કાશ્યપ, (૨) ગૌતમ, (૩) વત્ય, (૪) કેન્સ, (૫) કૌશિક, (૬) માંડવ્ય અને (ઈ વશિષ્ટ કાશ્યપના સાત પ્રકાર કહ્યા છે–(૧) તે કાશ્યપ, (૨) તે શાંડિલ્ય (૩) તે ગૌલ્ય, (૪) તે વાલ, (૫) તે મુંજતૃણ, (૬) તે પર્વ પ્રેક્ષકી અને (૭) તે વર્ષ કૃષ્ણ
થા–૭૩
“મૂળ” એટલે આદિ. આ આદિતા આદિપણુ આગળ ઉત્પન્ન થવાને કારણે સમજવાની છે. ગોત્રપ્રવર્તક તથાવિધ એક પુરુષના વંશમાં ઉત્પન્ન થયેલી સંતાન પરંપરાને ગોત્ર કહે છે. આ પ્રકારે મૂળભૂત જે ગોત્ર છે તેમને મૂળગોત્ર કહે છે. એક પ્રકારના તૃણવિશેષને કાશ કહે છે. તે કાશના રસને કાશ્ય કહે છે. આ કાશત્પન્ન કાશ્ય રસનું પાન કરનારને કાશ્યપ કહે છે. આ કાશ્યપના જે સંતાને છે–વંશજો છે, તેમને કાશ્યપ કહે છે. મુનિસુવ્રત અને નેમિનાથ સિવાયના જિનેશ્વરે, ચક્રવતી આદિ ક્ષત્રિય, સપ્તમ ગણધર આદિ બ્રાહ્મણ અને જબૂસ્વામી આદિ ગૃહપતિ-વેશ્ય, આ બધા કાશ્યપ ગોત્રીય હતા. ગોત્ર અને શેત્રવાળા વચ્ચે અભેદ માનીને અહીં બેત્રવાળાને શેત્ર રૂપે પ્રકટ કરવામાં આવ્યા છે. જે એ પ્રકારે માનવાનું ન હોત તે “પ ” આ પદને પ્રયોગ કરવાને બદલે સૂત્રકારે “રિયા આ નાન્યતર જાતિના જ પદને પ્રવેશ કર્યો હત. એ જ પ્રકારનું કથન ગૌતમ આદિ વિષે પણ સમજવું.
ગૌતમના જે સંતોને છે તેમને ગૌતમ કહે છે મુનિસુવ્રત અને નેમિનાથ ભગવાન, રામલક્ષ્મણ સિવાયના બળદે અને વાસુદેવે વગેરે ક્ષત્રિય, ઇન્દ્રભૂતિ આદિ ત્રણ ગણધર અને વાસ્વામી વગેરે બ્રાહ્મણે, ગૌતમ ગોત્રીય હતા.
શય્યભવ આદિ વન્સના સંતાનને વત્સગોત્રીય કહે છે. “ ૐ . મૂહું ૨” આ કથન અનુસાર શિવભૂતિ આદિને કૌત્સ ગેત્રીય કહે છે. ષટુ ઉલૂક આદિ કૌશિક ગેત્રીય હતા મંડુકના સંતાનને માંડવ્ય કહે છે. છઠ્ઠ ગણધર અને આર્ય સહસ્તી આદિ વશિષ્ઠના સંતાન હોવાથી તેમને વાશિષ કહે છે. આ સાત મૂલગેત્ર છે. પ્રત્યેક ગોત્રના સાત પ્રકારે પડે છે. જે એ “કાશ્યપ” આ શબ્દથી વિવક્ષિત થાય છે, તેમને કાશ્યપ કહે છે, અને જેઓ કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલા શાંડિલ્યના સંતાનને શાંડિલ્ય કહે છે. એજ પ્રકારનું કથન ગૌતમ આદિ વિષે પણ સમજી લેવું. છે સૂ. ૧૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૩૧