________________
અનુમાન કરી શકાય છે કે તે છદ્મસ્થ છે. (૩) અદત્તને ગ્રહણ કરનારને પણ છદ્મસ્થ માની શકાય છે. (૪) શબ્દ, રૂપ, રસ, ગન્ય અને સ્પર્શનું આસ્વાદન ( ઉપલેાગ ) કરનારને પણ છદ્મસ્થ માની શકાય છે. (૫) પૂજા સત્કારની અનુમાદના કરનારને અને પૂજા સત્કાર વડે ખુશ થનાર વ્યક્તિને પણ છદ્મસ્થ કહે છે. અન્યના દ્વારા અભ્યુત્થાન આદિ દ્વારા જે સન્માન થાય છે તેનું નામ પૂજા છે, અને વસ્ત્રાદિ પ્રદાન કરવા રૂપ સત્કાર હાય છે. (૬) “ આધાકમ આદિ સાવદ્ય છે, ” એવી પ્રરૂપણા કરવા છતાં પણ જે પાતે જ તેનું સેવન કરનાર હાય છે તેને પણ છદ્મસ્થ માની શકાય છે. (૭) જે કહે છે કઈ અને કરે છે ક'ઈ, આ પ્રકારે જેની વાણી અને વર્તનમાં ભેદ હોય છે, તે વ્યક્તિ પણ છદ્મસ્થ હોવાનું અનુમાન કરી શકાય છે. સાધન દ્વારા સાધ્યનું જ્ઞાન થવું તેનું નામ અનુમાન છે. અથવા સાધનના જ્ઞાનને અનુમાન કહે છે. આ પ્રકારનું અનુમાનનું લક્ષણ છે. તેથી છદ્મસ્થ આ સાધ્ય છે અને પ્રાણાતિપાત આદિ ઉપર્યુક્ત સાતેને હેતુરૂપ માનવામાં આવેલ છે. અહી જે કે પ્રાણા તિપાત, મૃષાવાદ આદિ રૂપે ધર્માંના નિર્દેશ કરવા જોઈએ, પરન્તુ એવું ન કરતાં જે ધર્મીને જ નિર્દેશ કરવામાં આવ્યા છે, તે ધમ અને ધર્મીમાં અભેદના ઉપચાર કરીને કરવામાં આવ્યે છે, એમ સમજવું. ! સૂ. ૧૦ ॥
કેવલીયોંકો જાનનેકા કથન
જે સ્થાના વડે છદ્મસ્થોને જાણી શકાય છે, કરીને હવે સૂત્રકાર જે સ્થાના વડે કૈવલીને જાણી કથન કરે છે. “ જ્ઞપ્તિ કાળપ્તિ પછી નાળન્ના ’ ઈત્યાદિ—
સાત સ્થાન વડે એવું જાણી શકાય છે કે “ આ કેવલી છે ” તે સાત સ્થાને! આ પ્રમાણે છે—(૧) જે વ્યક્તિ પ્રાણાતિપાત કરતી નથી તેને કેટલી માની શકાય છે. અહી' ઉપરના સૂત્રમાં દર્શાવેલાં કારણા કરતાં વિપરીત કારણા સમજવા જોઇએ. (પ) જે કહે છે તે પ્રમાણે જ કરે છે, તેને કેવલી માની શકાય છે, મા પ્રમાણે સાતમાં સ્થાન સુધીના સ્થાનો અહીં ગ્રહણ કરવા જોઈએ, છાસ્થ્ય સૂત્ર કરતાં અહીં વિપરીત સ્થાના કહેવા જોઇએ. । સૂ. ૧૧
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
સ્થાનાનું કથન શકાય છે તે સ્થાનાનુ
તે
૨૩૦