________________
વિલંગજ્ઞાનના પ્રભાવથી કોઈ પણ એક દિશામાં રહેલા લેકગત પદાર્થોને જોઈ શકે છે. વિલંગજ્ઞાની અદિશાનું અવલોકન કરી શકો નથી, પરંતુ પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ અથવા ઉર્વ દિશાનું અવલોકન કરી શકે છે. ઉર્થ દિશામાં સૌધર્મક૯૫ પર્યન્તના પદાર્થો તે જોઈ શકે છે. વિર્ભાગજ્ઞાનીઓ અને દિશાનું અવલોકન કરી શકતા નથી. અવધિજ્ઞાનીઓને માટે પણ અદિશામાં દેખવાનું દુરાધિગમ રૂપ કહ્યું છે. જે અદિશાનું અવકન અવધિજ્ઞાનીઓ માટે પણ દુરધિગમ રૂપ કહ્યું છે, તે વિભળજ્ઞાનીઓ માટે દુરાધિગમ રૂપ હોય એમાં નવાઈ શી !
વિસ્થાનકના ચોથા ઉદ્દેશામાં આ વિષયનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકએ તે ત્યાંથી વાંચી લેવું.
પહેલા પ્રકારના વિલંગજ્ઞાનવાળે પુરુષ પૂર્વાદિ કઈ પણ એક દિશામાં રહેલા પદાર્થોને જ જાણી-દેખી શકે છે. તેથી આ વિભળજ્ઞાન પ્રકટ થતા જ તેના મનમાં એવો વિચાર થાય છે-એ વિકલ્પ ઉઠે છે કે મને અતિશય જ્ઞાન અને દર્શન-અથવા જ્ઞાનસહિત દર્શન ઉત્પન્ન થઈ ગયું છે. તેના પ્રભાવથી હું એવું જાણું અને દેખી શકું છું કે એક જ દિશામાં લોકનું અસ્તિત્વ છે, અન્ય દિશાઓમાં લેકનું અસ્તિત્વ જ નથી. આ વિલંગજ્ઞાનના પ્રભાવથી તે વિલંગજ્ઞાનીમાં આ પ્રકારની માન્યતા ઘર કરે છે, તે કારણે બાકીની દિશાઓમાં લેકનું અસ્તિત્વ હોવાને જ તે નિષેધ કરે છે. તેની આ માન્યતા બેટી જ છે. લેકનું અસ્તિત્વ તો બધી જ દિશામાં હોય છે. એક જ દિશામાં લોકનું અસ્તિત્વ સ્વીકારવાને કારણે તેના તે જ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહે છે.
કેટલાક શ્રમણે અથવા માહણમાં બીજા પ્રકારનું વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તેઓ લોકની અંદર કોઈ પાંચ દિશાઓમાં રહેલા પદાર્થોને જાણી દેખી શકે છે, પરંતુ બાકીની એક દિશામાં રહેલા પદાર્થોને જોઈ શક્તા નથી. તેથી તેઓ તે પાંચ દિશાઓમાં જ લેકનું અસ્તિત્વ માની લે છે. બાકીની એક દિશામાં લેકના અસ્તિત્વને તેઓ સ્વીકારતા નથી, તેથી જ તેમના જ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહ્યું છે. એ જ વાત સૂત્રકારે “જે તે ક્ષમા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૧ ૩