________________
વિષયમાં પણ સમજવી. જે આત્મામાં રત્નત્રય પ્રકટ થવાની યોગ્યતા હોય છે, તેને ભવ્યાત્મા કહે છે, જે આત્મામાં આ પ્રકારની ચેગ્યતા હતી નથી તેને અભવ્યાત્મા કહે છે. આ પ્રમાણે જીવમાં ૫૩ ભાવ હોય છે. તે સૂ. ૨૩
આગલા સૂત્રમાં ભાવની પ્રરૂપણા કરવામાં આવી. પ્રશસ્ત ભાવમાં અપ્રવૃત્તિ થવાથી, અને અપ્રશસ્ત ભાવમાં પ્રવૃત્તિ થવાથી, અથવા વિપરીત તવમાં શ્રદ્ધા પ્રકટ થઈ જવાથી અથવા વિપરીત પ્રરૂપણ થઈ જવાથી તે દેષની નિવૃત્તિ માટે સાધુ પ્રતિક્રમણ કરે છે. તેથી હવે સૂત્રકાર પ્રતિક્રમણનું નિરૂપણ કરે છે. “ધિ વરિઘમળે ઉછરે” ઈત્યાદિ–
છ પ્રકારકા પ્રતિકમણકા નિરૂપણ
મિથ્યાદુકૃત દેવારૂપ પ્રતિક્રમણનું નામ પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્તના છ પ્રકાર પડે છે–(૧) આલોચનાહ, (૨) પ્રતિકમાણાહ, (૩) તદુભયાઈ, (૪) વિવેકાઈ, (૫) વ્યુત્સર્ગોઈ, અને (૬) તરપીં. પ્રાયશ્ચિત્તના આ છ પ્રકારનું વિસ્તૃત નિરૂપણ ૧૫ માં સૂત્રમાં કરવામાં આવ્યું છે, તે ત્યાંથી વાંચી લેવું.
પ્રાયશ્ચિત્તને પ્રતિકમણ નામને જે બીજે ભેદ છે, તેના નીચે પ્રમાણે છ પ્રકાર પડે છે. (૧) ઉચ્ચાર પ્રતિક મણ, (૨) પ્રસવણ પ્રતિક્રમણ, (૩) ઇત્વરિક પ્રતિક્રમણ, (૪) યાવસ્કથિક પ્રતિકમણ, (૫) યત્કિંચિત્ મિથ્યાપ્રતિક્રમણ અને (૬) સ્થાપનાન્તિક પ્રતિકમણુ.
બહિર્ભુમિમાંથી આવીને (ઠલે જઈને આવ્યા બાદ) એર્યાપથિકી કિયા કરવામાં આવે છે તેનું નામ ઉચ્ચાર પ્રતિક્રમણ છે. પ્રસવણ (મૂત્ર ત્યાગ) બાદ જે એથપથિકી કરવામાં આવે છે તેનું નામ પ્રસ્ત્રવણ પ્રતિકમણ છે.
કહ્યું પણ છે કેઃ “રૂવાર જાતવ” ઈત્યાદિ–
દેવસિક, ત્રિક આદિ રૂપ જે સ્વલ્પકાલિક પ્રતિક્રમણ છે તેને ઇત્વરિક પ્રતિક્રમણ કહે છે. મહાવ્રત ભક્તપરિણાદિ રૂપ જે યાજછવિક પ્રતિક્રમણ છે, તેને યાવસ્કથિક પ્રતિક્રમણ કહે છે.
વિનિવૃત્તિ રૂપ સાર્થક વેગથી અહીં પ્રતિક્રમણતા આવે છે. ખેલ ( શરીરને મેલ) અને શિંઘાણ (નાકમાંથી નીકળતે ચીકણે પદાર્થ). આદિને અવિધિપૂર્વક છોડવા રૂપ તથા આગ, અનાગ, સહસાકાર આદિ રૂપ જે અસંયમ છે, તેનું સેવન કરવાથી જે દોષ લાગે છે તેની નિવૃતિ નિમિતે “મારૂં એ કાર્ય મિથ્યા ” આ પ્રકારે જે મિથ્યા દુષ્કૃતિ દેવામાં આવે છે તેનું નામ યત્કિંચિત્ મિથ્યાપ્રતિકમણ છે. કહ્યું પણ છે કે
“સંગમનો અમુદ્દિવરણ” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२०४