________________
કરવામાં આવ્યું છે ? આયુ દ્વારા જ જાતિ આદિ નામકર્મોને વિશેષિત કરવા જોઈતા હતા.
ઉત્તર—આયુની પ્રધાનતા પ્રકટ કરવાને માટે જ જાત્યાદિ નામકર્મ દ્વારા તેને વિશેષિત કરવામાં આવેલ છે, કારણ કે નારકાદિ ભાવગ્રાહી હોવાથી તેમાં પ્રધાનતા છે. નારકાદિ આયુના ઉદયને અભાવ હોય તે તજજાતિ (તે જાતિ) નામકર્મોને ઉદય સંભવી શકતો નથી. આ વાતનું ભગવતી સૂત્રના છઠ્ઠા શતકના આઠમાં ઉદ્દેશામાં આ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
“नेरइए णं भंते ! नेरइएसु उववजह ? अनेरइए नेरइएसु उववज्जइ ? गोयमा ! नेरइए नेरइएसु उववज्जइ नो अनेरइए नेरइएसु उववजइ"
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જીવ નરકાયુ સંવેદનના પ્રથમ સમયે જ નારક તરીકે ઓળખાવા લાગે છે, કારણ કે તેના સહચારી જે પંચેન્દ્રિય જાત્યાદિ નામકર્મ છે તેમને પણ તે સમયે જીવમાં ઉદય થઈ જાય છે. આયુબમાં ૫૮ વિધતા (છ પ્રકારતા) ને ઉપક્રમ કરીને આયુમાં જે ૧૮ વિધતા કહી છે તે આયુબન્ધથી અભિન્ન હોવાને કારણે કહી છે. કારણ કે બદ્ધ આયુમાં જ આયુને વ્યપદેશ થાય છે. આ પ્રકારે છે પ્રકારના આયુ. બનું સામાન્ય રૂપે કથન કરીને હવે સૂવકાર નારકાદિ જેને આશ્રિત કરીને એ જ બન્ધનું કથન કરે છે.
“ને ફાળે વિદે શાકવંધે” ઈત્યાદિ–
નારકથી લઈને વૈમાનિક પર્યન્તના પ્રત્યેક જીવને આયુબન્ધ પૂર્વોક્ત છ પ્રકાર હોય છે. જ્યારે નારક જીવનું છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે તે નિયમથી જ પરભવને બન્ધ કરે છે. આયુબન્ધનું આ પ્રકારનું કથન અસુરકુમારોથી લઈને સ્વનિતકુમાર સુધીના જીવોને પણ લાગુ પડે છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચે પણ જ્યારે તેમનું છ માસનું આયુષ્ય બાકી રહે છે ત્યારે પરભવના આયુને બધ કરે છે. સંજ્ઞી જીવેનું આયુષ્ય જ અસંખ્યાત વર્ષોનું હોય છે. તેથી “સંજ્ઞિકુળ” આ પદ અહીં નિયમ દર્શાવવા માટે વપરાયું છે. અસંશીઓની નિવૃત્તિને માટે આ પદ વપરાયું નથી. કારણ એ અસંજ્ઞીઓનું આયુય અસંખ્યાત વર્ષનું હોતું નથી.
એ જ પ્રમાણે યુગલીએ, અસંખ્યાત વર્ષના આયુવાળા સંજ્ઞી મનુ ચન્તર, તિષ્ક, અને વૈમાનિકે વિષે પણ સમજવું આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે બે ગાથાઓ આપવામાં આવી છેઃ “નિરાકલા” ઈત્યાદિ. આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૯૫