________________
કહે છે. અથવા આ સૂત્રમાં જાતિનામ, ગતિનામ અને અવગાહનાનામના ગડુણ દ્વારા જાતિ, ગતિ અને અવગાહનાને પ્રકૃતિબધે જ માત્ર ગ્રહણ કરાય છે, અને સ્થિતિનામ, પ્રદેશનામ, અને અનુભાવનામના ગ્રહણ દ્વારા જાતિ, ગતિ અને અવગાહનાના જ સ્થિતિ બન્ય, પ્રદેશ બન્ધ, અને અનુભાગબન્ધ કહેવામાં આવ્યા છે, કારણ કે સ્થિતિ આદિ અન્ય જાતિ આદિ નામની સાથે સંબંધવાળા હોય છે, તેથી તેઓ નામ રૂપ એટલે કે કમરૂપ જ હોય છે. તેથી નામ પદને સર્વત્ર કર્મ અર્થવાળું જ સમજવું જોઈએ. આ રીતે સ્થિતિ રૂપ જે નામ (કર્મ) છે, તે સ્થિતિનામ છે. આ સ્થિતિરૂપ કમની સાથે જે આયુ નિધન હોય છે તેને સ્થિતિનામનિધત્તાયુકહે છે. આ પ્રકારને આ ત્રીજે આયુબ છે.
અવગાહનાનામનિધત્તાયુ-જીવ જેમાં અવગાહિત (રહેલો) હોય છે, તે અવગાહના છે. એવી અવગાહના દારિક આદિ શરીર રૂપ હોય છે, તેનું જે નામ (નામ કમ ) છે તેનું નામ અવગાહના નામ છે. આ અવગાહના નામ દારિક આદિ શરીર નામકર્મ રૂપ હોય છે. આ ઔદારિક શરીર નામકર્મની સાથે નિધત્ત જે આયુ છે તેને અવગાહના નામ નિધત્તાયુ કહે છે.
પ્રદેશનામ નિધત્તાયુ-આયુષ્ક કર્મ દ્રવ્ય રૂપ પ્રદેશોનું જે તથાવિધ પરિણામ છે તેને પ્રદેશનામ કહે છે. તેની સાથે જે આયુ નિધત્ત છે તેને પ્રદેશનામ નિધત્તાયુ કહે છે.
અનુભાવ નામ નિધત્તાયુ–આયુ દ્રવ્યને જ જે વિપાક છે તેનું નામ અનુભાવ છે. આ અનુભાવ રૂપ જે નામ (કર્મ) પરિણામ છે તેને અનુભાવ નામ કહે છે. અથવા અનુભાવ રૂપ જે કર્મ છે તેને અનુભાવ નામકર્મ કહે છે. તે અનુભાવ નામની સાથે નિધત્ત જે આયુ છે તેને અનુભાવ નામ નિધત્તાયુ કહે છે. આ પ્રકારનું છઠ્ઠી આયુબન્ધનું સ્વરૂપ છે.
શંકા–જાતિ આદિ નામકર્મ દ્વારા આયુને વિશેષિત શા માટે કરવામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૯૪