________________
અમર દાક્ષિણાત્ય અસુર નિકાયને સ્વામી છે. તેની રાજધાનીનું નામ ચંચા છે. ચમરના એગથી તે રાજધાની ચમચંચાને નામે ઓળખાય છે. આ જંબુદ્વીપને મન્દર પર્વતની દક્ષિણ દિશામાં તિરછી (તિરકસ) અસં. ખ્યાત દ્વીપસમુદ્રને પાર કરીને, અરુણુવર દ્વીપની બાાવેદિકાન્તથી લઈને અરુણોદ સમુદ્રમાં બેતાલીસ હજાર જન આગળ જતાં અસુરરાજ ચમરને તિગિછફૂટ નામને ઉત્પાત પર્વત આવે છે. તે ઉત્પાત પર્વત સત્તરસ એકવીસ૧૭૨૧ જન Gો છે. આ પવતની દક્ષિણ દિશામાં અરુણા સમુદ્રમાં છસો કરોડ જન કરતાં પણ થોડું વધારે તિરછું પાર કરીને, નીચે રત્નપ્રભા પૃથ્વીને ચાલીસ હજાર યોજન પાર કરીને જંબુદ્વીપના જેવડી જ ચમચંચા રાજધાની આવે છે. આ ચમરચંચા રાજધાની વધારેમાં વધારે છ માસ સુધી દેના ઉત્પાતથી (ઉ૫ત્તિથી) રહિત રહે છે. એટલે કે ત્યાં છ માસ સુધી દેવાની ઉત્પત્તિને વિરહ (અભાવ) રહે છે, ત્યાર બાદ કઈને કઈ દેવ ત્યાં અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે. તથા જ્યાં ચમરાદિક ઈદ્રો રહે છે એવા ભવન, નગર અને વિમાન રૂપ પ્રત્યેક સ્થાન પણ વધારેમાં વધારે છ માસ સુધી ઈન્દ્રોની ઉત્પત્તિથી રહિત સંભવી શકે છે.
તથા અધાસપ્તમી પૃથ્વી (તમસ્તમાં નામની સાતમી નરક પૃથ્વી) પણ છ માસ સુધી નારકના ઉપપાતથી રહિત હોઈ શકે છે. અહીં સાતમી પૃથ્વીની સાથે “અધા પદ જવાનું કારણ એ છે કે પશ્ચાનુપૂવથી ગણવામાં આવે તે રત્નપ્રભા પૃથ્વીને પણ સાતમી પૃથ્વી કહી શકાય છે આ પ્રકારની ગેરસમજૂતિ નિવારવા માટે અહીં સાતમી પૃથ્વીની આગળ “અષા પદ મૂક. વામાં આવ્યું છે. કહ્યું પણ છે કે “વીસમુહુર” ઈત્યાદિ–
પહેલી પૃથ્વીમાં વધારેમાં વધારે ૨૪ મુહૂર્ત સુધી ઉપપાતને વિરહ રહે છે, બીજી પૃથ્વીમાં સાત દિનરાતને, ત્રીજી પૃથ્વીમાં ૧૫ દિનરાતને ચોથી પ્રવીમાં એક માસને, પાંચમી પૃથ્વીમાં બે માસને, છઠ્ઠી પૃથ્વીમાં ચાર માસને અને સાતમી પૃથ્વીમાં છ માસને વધારેમાં વધારે ઉપપાતને વિરહકાળ કહ્યો છે. તથા સિદ્ધિ ગતિમાં ઉપપાતને ઉત્કૃષ્ટ વિરહકાળ ૬ માસને કહો છે. અહીં ઉપ પાત શબ્દ ગઝનના અર્થમાં વપરાય છે. જન્મના અર્થમાં વપરાયે નથી, કારણ કે જન્મનાં કારણે સિદ્ધોમાં અભાવ થઈ જાય છે. કહ્યું પણ છે કે “સમો કન્ન ” ઈત્યાદિ –
સિદ્ધિગતિમાં ગમનનું અન્તર ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે છ માસનું હોય છે. ત્યાં ગયા બાદ જીવને ત્યાંથી બીજી કેઈ ગતિમાં જવું પડતું નથી. છે સૂ. ૬૧
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૯ ૨