________________
અધિકાર જ અમારા શાસનમાં મળ્યું નથી. ત્યારે તેમણે મને કહ્યું હતું કે તમારી સાથે જે રત્નાધિક છે તે નપુંસક છે. વળી હે ગુરુદેવ તેની રીતભાત, ભાષા, હલનચલન, હાવભાવ વગેરે જોતાં મને પણ એવી શંકા થાય છે કે તે ખરેખર નપુંસક જ છે.” આ પ્રકારને ખેટે આપ તે સાધુ પર મુકનાર તે સાધુ (શ્રુતલક) માસ લઘુ પ્રાયશ્ચિત્તથી લઈને પારાચિક પ્રાયશ્ચિત્ત પર્યન્તના પ્રાયશ્ચિત્તોને પાત્ર બને છે. અહીં ભુલકમાં જે પ્રાયશ્ચિત્ત પ્રસ્તારની પાત્રતા કહેવામાં આવી છે તે મૃષાવાદ વિરમણ વ્રતને તેના દ્વારા ભંગ થવાને કારણે કહી છે. અને તે રત્નાધિક ખરેખર નપુંસક જ હોય તે તેને સંઘમાંથી હાંકી કાઢવો જોઈએ. આ પ્રકારના આ પાંચમે પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર છે,
હવે છઠ્ઠા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે. “રાખવાડું વન” ઈત્યાદિ–
કઈ સાધુ બીજા કેઈ સાધુ ઉપર એવો બેટે આરોપ મૂકે છે કે “આ સાધુ દાસ છે.” તે તે પ્રકારનું છે હું દોષારોપણ કરનાર સાધુ પ્રાય. શ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. આ વિષયમાં વધુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું,
કઈ એક ગુરુ દક્ષા પર્યાયવાળા સાધુએ કઈ લઘુ દીક્ષા પર્યાયવાળા સાધુને જતનાપૂર્વક પ્રવૃત્તિ કરવાની સલાહ આપી તેથી તેણે ક્રોધાવેશમાં આવી જઈને આચાર્યની પાસે જઈને આ પ્રમાણે કહ્યું –“હે ભગવન! આ રાધિક દાસ છે ” આ વિષયમાં તે ભુલક અને આચાર્ય વચ્ચે સંવાદ હવે આપવામાં આવે છે. “રાત્તિ છું જ્ઞાારિ” ઇત્યાદિ–
જ્યારે તે ભુલકે તે પર્યાયજયેષ્ઠ સાધુ દાસ છે એવી વાત કરી ત્યારે આચાર્યું તેને પૂછયું “તમે કેવી રીતે જાણ્યું કે તે ખરક (દાસ) છે?” ત્યારે તે ક્ષુલકે જવાબ આપ્યો--“તેના શરીરની આકૃતિ, વર્તન આદિ દાસના જેવો જ છે. તેને વાત વાતમાં ક્રોધ આવી જાય છે, તે ખૂલ્લે શરીરે જ બેસી રહે છે–શરીર પર કઈ વસ્ત્ર ઓઢતે નથી, તે નીચતર આસને બેસે છે, અને તે સ્વભાવે ક્રૂર છે.” દાસના શરીરને આકાર કેવો હોય છે તેનું શાસ્ત્રોમાંથી પ્રમાણ આપીને તે ક્ષુલ્લક આચાર્યને કહે છે કેઃ
“સેળ વા વિકa” ઈત્યાદિ--
દાસનું શરીર જેવું વિકૃત (બેડેળ) હોય છે, એવું જ વિકૃત શરીર આ રત્નાધિક સાધુનું છે-તેના શરીરે ખૂંધ છે, તે વામન છે, તેના પગ લાંબા છે. આ પ્રકારની તેની શરીર રચના વડે જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે
રા–૧૭
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૭૯