________________
કારણે એ ભય ઉપસ્થિત થયે હેય છે કે જેને લીધે ધર્મોપકરણના અપહરણને ભય ઉત્પન્ન થયે હેય. (૨) દુભિક્ષને કારણે જે ભિક્ષાની પ્રાપ્તિ અશક્ય બની ગઈ હોય, (૩) અથવા કેઈ શત્રુ નિરન્તર વ્યથા (કચ્છ) પહોંચાડી રહ્યો હોય, અથવા (૪) ઉમાગગામી થવાને કારણે ગંગા આદિને પ્રચુર જલસમૂહ ઘણુ જ વેગથી વૃદ્ધિ પામી રહ્યો હોય અથવા કેઈ વ્યક્તિ પિતાને પરાણે ગંગા આદિમાં ડુબાડી દેશે એ ભય ઉત્પન્ન થયે હોય, અથવા (૫) સ્કેનું જ્યારે આક્રમણ થઈ રહ્યું હોય અને તે કારણે જ્યારે જીવન નષ્ટ થવાને સંભવ જણાતો હોય. આ પાંચ કારણે જ્યારે ઉપસ્થિત થાય. ત્યારે શ્રમણ નિર્ગથ અને નિર્મથી એને ગંગાદિ મહાનદીઓમાં ઉતરવાનું અને નાવ આદિ દ્વારા તેમને પાર કરવાનું કપે છે પણ ખરું, કહ્યું પણ એ છે કે “જાવાદે ટુરિમજણે” ઈત્યાદિ–-આ ગાથાને એર્થ ઉપર લખ્યા અનુસાર જ સમજ. | સૂ. ૧ છે
“જો શાપ froથાળ વા થી વા ઘરમારસંહિ” ઈત્યાદિ–
ટીકાઈ–વર્ષાઋતુને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. તેમાંથી ચતુર્માસ પ્રમાણ જે વર્ષાઋતુ છે, તેને જઘન્ય વર્ષાક્ત કહે છે. તે અષાઢી પૂનમથી શરૂ કરીને કાર્તકી પૂનમ સુધીના ચાર માસની હોય છે. મધ્યમ વર્ષાઋતુ પાંચ માસની હોય છે વૃષ્ટિની અધિકતા હોય ત્યારે તે અષાઢી કૃણ પ્રતિપાદથી શરૂ થઈ જાય છે. ( ગુજરાતમાં દરેક માસને શકલા પક્ષ પહેલાં અને કૃષ્ણ પક્ષ પછી આવે છે જ્યારે મારવાડ વગેરમાં કૃષ્ણપક્ષ પહેલાં અને શુકલપક્ષ પછી આવે છે. આ રીતે અષાઢ વદ એકમથી વર્ષા. ઋતુ શરૂ થાય તે પાંચ માસની વર્ષાઋતુ થાય છે.) ઉત્કૃષ્ટ વર્ષાઋતુ છે માસની હોય છે. પૂર્વોકત કારણે અષાઢ વદી એકમથી વર્ષાઋતુ શરૂ થતી હોય અને વચ્ચે કોઈ અધિક માસ આવતે હેય ત્યારે વર્ષાઋતુ છ માસની થાય છે. પ્રથમ જે વર્ષાઋતુ છે તેને પ્રવૃત્ વર્ષાઋતુ કહે છે. પ્રાવૃ-વર્ષા, હેમત અને ગ્રીમ આ ત્રણે ઋતુઓમાં વર્ષાઋતુને પ્રથમ ગણવામાં આવી હોવાથી વર્ષાગડતુની આગળ “ પ્રથમ” વિશેષણ વપરાયું છે. આ સૂત્રમાં એવું પ્રકટ કરવામાં આવ્યું છે કે જ્યારે વર્ષાઋતુને પ્રારંભ થાય છે, ત્યારે નિગ્રંથ અને નિગ્રંથીઓને એક ગામથી બીજે ગામ વિહાર કરવાનો નિષેધ કર્યો છે. આગમમાં “આ પ્રકારને વિહાર સાધુઓને ક૫તે નથી” એવું વિધાન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪