________________
બે ભેદ કહ્યા છે. એક ઉપવાસ, બે ઉપવાસ અને એ જ પ્રમાણે છ માસ પર્યન્તના ઉપવાસને ઇત્વર તપ કહે છે. જે અનશન મરણકાળ પર્વત ચાલે છે તે અનશન તપને યાત્મથિક તપ કહે છે. યાકથિક તપના નીચે પ્રમાણે ત્રણ ભેદ છે–(૧) પાદપપગમન, (૨) ઇતિમરણ અને (૩) ભક્તપરિણા અવમેરિકા–જેટલી ભૂખ હોય તેટલે આહાર ન લેતાં એ આહાર લે તેનું નામ અવમદરિકા છે. દ્રવ્યની અપેક્ષાએ તે ભક્ત પાન વિષયક અને ઉપલક્ષણની અપેક્ષાએ ઉપકરણ વિષયક હોય છે, તથા ભાવની અપેક્ષાએ કોધાદિ કષાયોના ત્યાગરૂપ હોય છે. ભિક્ષાચર્યા-ભિક્ષાપ્રાપ્તિ નિમિત્તે ચર્યા કરવી (ફરવું) તેનું નામ ભિક્ષાચર્યા છે. આ ભિક્ષાચર્યા નિર્જરામાં કારણભૂત બનતી હોવાથી તેને અનશનની જેમ તરૂપ કહી છે. અથવા–જે કે અહીં ભિક્ષાચર્યાનું સામાન્ય રૂપે કથન કરવામાં આવ્યું છે, પરંતુ તે વિવિધ અભિગહ રૂપ હોવાને કારણે વૃત્તિસંક્ષેપ રૂપ વિશિષ્ટ શિક્ષા અહીં ગ્રહણ કરવામાં આવી છે. સૂત્રકાર હવે પછીના સૂત્રમાં “વિહા રોયાવરિયા” ઈત્યાદિ ભિક્ષાચર્યાના ભેદનું નિરૂપણ કરવાના છે. ભિક્ષાચર્યામાં દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારના અભિગ્રહ થાય છે. દ્રવ્યની અપે. લાએ એ અભિગ્રહ થાય છે કે હું અપકૃત આદિ રૂપ દ્રવ્ય જ ગ્રહણ કરીશ. ક્ષેત્રની અપેક્ષાએ એ અભિગ્રહ થાય છે કે હું ગામમાંથી પાંચ આદિ ઘરમાંથી જે આહાર પ્રાપ્ત થશે તે આહાર જ ગ્રહણ કરીશ. કાળની અપેક્ષાએ એ અભિપ્રડ કરવામાં આવે છે કે પૂર્વાણ આદિ કાળમાં જે ખાનપાન આદિ પ્રાપ્ત થશે તેને જ હું ગ્રહણ કરીશ. ભાવની અપેક્ષાએ એ અભિગ્રહ થાય છે કે જે વ્યક્તિ મૌનાદિ રાખીને મને આહાર વહેરાવશે તેના હાથે અપાયેલે આહાર જ હું ગ્રહણ કરીશ. દૂધ, ઘી આદિ રસોને પરિત્યાગ કરવો તેનું નામ રસ પરિત્યાગ તપ છે. વરાસન આદિ આસને જ બેસવું, કેશલુંચન કરવું વગેરે તપને કાયકલેશ તપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૫૭