________________
કહે છે. પ્રતિસંલીનતા એટલે ગુપ્તતા. તે ઈન્દ્રિયે, કષાયો અને ગરૂપ વિષયવાળી હોય છે અથવા વિયિત શય્યાસન વિષયવાળી હોય છે.
આવ્યન્તર તપના પ્રાયશ્ચિત્ત આદિ ૬ ભેદે કહ્યા છે. અતિચારોની શુદ્ધિ કરવી તેનું નામ પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્તના આલેચના આદિ ૧૨ ભેદ કહ્યા છે. વિનય જેના દ્વારા કર્મોને “ વિનાયતે” દૂર કરી નાખવામાં આવે છે, તેનું નામ વિનય છે. તે વિનયના જ્ઞાનાદિ જે સાત ભેદ છે તેનું સૂત્રકાર આગળ વર્ણન કરવાના છે. કહ્યું પણ છે કે :
ગણું વિચરૂ મે ” ઈત્યાદિ–
ગુરુ આદિની સેવા કરવા રૂપ જે શુભ પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું નામ વૈયાવૃત્ય છે. અશનાદિ દ્વારા ગુરુ આદિની જે શુશ્રુષા કરવામાં આવે છે તેને વૈયાવૃત્ય કહે છે. કહ્યું પણ છે કે “યાદ વિમાઈત્યાદિ. આ ગાથાને અર્થ ઉપર કહ્યા અનુસાર જ છે. તે વૈયાવૃત્યના આચાર્ય વૈયાવૃત્ય આદિ ૧૦ ભેદ કહ્યા છે. કહ્યું પણ છે કે
“કાચરિત્ર કવચ થેર) ઈત્યાદિ
વૈયાવૃત્યના ૧૦ ભેદ છે–(૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) વિર, (૪) તપસ્વી, (૫) પ્લાન (બીમાર ), (૬) શૈક્ષ (નવ દીક્ષિત), (૭) સાધન મિક, (૮) કુલ, (૯) ગણ અને (૧૦) સંઘ, આ દસેની સેવાશુશ્રષા કરવા રૂપ ૧૦ પ્રકારનું વૈયાવૃત્ય સમજવું.
શ્રતધર્મની આરાધના રૂપ વાધ્યાય હોય છે. તે સ્વાધ્યાયના વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા નામના પાંચ ભેદ કહ્યા છે. પવનને અભાવે જેમ દીપકની જવાલા (ઝાળ) સ્થિર રહે છે, તેમ કે એક વસ્તુના આલમ્બન વડે ચિત્તને સ્થિર કરવું તેનું નામ ધ્યાન છે. ચિયા
સ્થાનમાં આ ધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. ધર્મધ્યાન અને શુકલ ધ્યાનને જ તપરૂપ સમજવા, કારણ કે તે બે ધ્યાને જ નિર્જરામાં કારણભૂત બને છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કમબન્ધનમાં કારણભૂત બનતા હોવાથી તેમને તપરૂપ ગણી શકાય નહીં. વ્યુત્સર્ગ–-પરિત્યાગનું નામ વ્યુત્સગ છે. તે વ્યુત્સર્ગ દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે પ્રકારને કહ્યું છે. ગણુને શરીરને, ઉપધિને અને આહારને જે પરિત્યાગ છે, તે દ્રવ્ય વ્યુત્સર્ગ છે, અને ક્રોધાદિ કષાયને જે પરિત્યાગ છે, તે ભાવવ્યુત્સર્ગ છે. એ સૂ. ૩૮ છે
થા–6o
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૫૮