________________
“અવિર્ષે અવાળાતિ” જે સમયે સમસ્ત સંશયાદિથી રહિત થઈને જ્ઞાન એવું જાણું લે છે કે આ ચન્દનને જ સ્પર્શ છે, આ ચીનાંશુકને જ સમર્શ છે અને આ માખણને જ સ્પર્શ છે-અન્યને સ્પર્શ નથી, આ પ્રકારે નિશ્ચિત રૂપે સ્પર્શને જાણનારા જ્ઞાનને અસંદિગ્ધગ્રાહી અવગ્રહજ્ઞાન કહે છે. જેમ આ અવગ્રહજ્ઞાનને પૂર્વોક્ત ૬ પ્રકારનું કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઈહાજ્ઞાન અને અવાયજ્ઞાનને પણ છ-છ પ્રકારનું કહ્યું છે. એ જ પ્રમાણે ધારણુજ્ઞાનને પણ છ પ્રકારનું કહ્યું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-- (૧) બહુગ્રાહી અવગ્રહ, બહુ ગ્રાહિ ઈહા, બહુગ્રાહી અવાય અને બહુ ગ્રાહિણું ધારણ, (૨) બહુવિધ ગ્રાહી અવગ્રહ, બહુવિધ ગ્રાહિણી ઈહા, બહુવિશ્વગ્રાહી અવાય અને બહુવિધ ગ્રાહિણી ધારણા, (૩) ધ્રુવગ્રાહી અવગ્રહ, ધ્રુવગ્રાહિણું ઈહા, યુવગ્રાહી અવાય અને ધૃવગ્રાહિણી ધારણા, (૪) ક્ષિપ્રગાહી અવગ્રહ, ક્ષિપ્રાહિણી ઈહા, ક્ષિપ્રગ્રાહી અવાય અને ક્ષિપ્રગ્રાહિણી ધારણા, (૫) અનિશ્રિતગ્રાહી અવગ્રહ, અનિશ્ચિત ગ્રાહીણી ઈહા, અનિશ્રિતગ્રાહી અવાય અને અનિશ્રિત ગ્રાહણી ધારણ, (૬) અસંદિગ્ધગ્રાહી અવગ્રહ, અસંદિગ્ધ પ્રાહિણી ઈહા, અસ દિશ્વગ્રાહી અવાય અને અસંદિગ્ધગ્રાહિણી, ધારણા, આ બધા વ્યવહાર અર્થના વિષયમાં અવર, ઈહા, અવાય અને ધારણાના ભેદે છે. એટલે કે વ્યવહાર અર્થને બહુ રૂપે ક્ષિપ્ત ( શીધ્ર ) રૂપે, અવાય ધ્રુવ રૂપે, અનિશ્ચિત રૂપે અને અસંદિગ્ધ રૂપે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણું રૂપ જ્ઞાન જાણે છે, કારણ કે તે વ્યવહાર રૂપ અર્થ બહ, બહ વિધ આદિના ભેદથી ૬ પ્રકારના હોય છે, તેથી એ જ પ્રકારે તેને અવગ્રહ આદિ જ્ઞાન જાણે છે. આ બધાં મતિજ્ઞાનના ભેદો છે.
ધારણામતિના આ પ્રકારના પણ ૬ ભેદ કહ્યા છે--જેમકે “વદ પાવર” ઈત્યાદિ–(૧) જે મતિ ભિન્ન ભિન્ન જાતના અનેક પદાર્થોને તે તે રૂપ ધારણ કરાવે છે, નિર્ણત અર્થને અવિસ્મૃતિ, વાસના અને સમૃતિ રૂપ ધારણામાં લઈ જાય છે, એવી તે મતિને બહુધારણું મતિ કહે છે. (૨) બહુવિધ ધારણામતિનું સ્વરૂપ આ પ્રકારનું છે--વિવિધ પ્રકારના શીતત્વ આદિ ગણે વડે જુદા જુદા સ્પર્શાદિકને જે ધારણ કરાવે છે, તે બહુવિધ ધારણામતિ છે. (૩) ત્રીજા પ્રકારની ધારણામતિ ભૂતકાળના અર્થને ધારણ કરાવનારી છે. જેમકે આ મુનિએ અમુક વર્ષમાં, અમુક માસમાં, અમુક પક્ષમાં (શુકલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૫૪