________________
મતિ એવી હોય છે કે જે ભિન્ન ભિન્ન જાતિની દરેક વસ્તુને તે તે રૂપે જાણી લે છે. જેમકે સ્પર્શાવગ્રહ જાણે છે એટલે કે ચન્દનાદિ અનેક વસ્તુઓ કે જગ્યાએ મૂકેલી હોય અને કેઈ મનુષ્ય સ્પર્શાવગ્રહ દ્વારા એ જાણી લે છે કે આ ચન્દનને સ્પર્શ છે, આ ચીનાંશુકને સ્પર્શ છે, આ નવનીતને સ્પર્શ છે. આ રીતે તે તે રૂપે તે તે પદાર્થને સ્પર્શ વડે તે જાણી લે છે એ જ પ્રમાણે બહુને અવગ્રહ પણ બહુ પદાર્થોને બહુ રૂપે જાણે છે. જેમકે એ જ ચન્દનાદિ સ્પર્શને અવગ્રહ જે શીત, સ્નિગ્ધ, મૃદ, કઠિનાદિ સ્પર્શ રૂપે જુદે જુદે રૂપે સ્પર્શને જાણે છે તે તે પ્રકારે જાણનારા સ્પર્શાવગ્રહને બહવિધને (ઘણા પ્રકારન) અવગ્રહ કહેવામાં આવે છે.
ધર્વ ગવતિ ” અહીં ધ્રુવ એટલે નિત્ય અને નિશ્ચલ અર્થ થાય છે. એવા ધ્રુવ અર્થને જાણનારૂં જે અવગ્રહજ્ઞાન છે તેને ધ્રુવનું અવગ્રહજ્ઞાન અથવા ધુવાવગ્રહ કહે છે. જ્યારે કોઈ મનુષ્ય ચન્દનાદિને સ્પર્શ કરે છે ત્યારે તે નિશ્ચિત રૂપે તે એ વાત જાણે લે છે કે આ ચન્દનને સ્પર્શ છે, આ ચીનાંશુકને સ્પર્શ છે, અને આ નવનીત (માખણ) ને સ્પર્શ છે, ઈત્યાદિ રૂપે તે તે માણસ તે પ્રત્યેકના સ્પર્શને જાણી લે છે.
“નિશિતં ગવર્નીતિ” હેતુ વડે પ્રમિત વસ્તુનું નામ નિશ્ચિત છે. જેમકે કે પુરુષ પહેલાં ચન્દનાદિને સ્પર્શ શીત રૂપે અથવા મૃદુ-સ્નિગ્ધ રૂપે અનુભવ્યો હોય, ત્યાર બાદ અમુક કાળ વ્યતીત થઈ ગયા બાદ જ્યારે એ જ પદાર્થ ઉપસ્થિત થાય છે ત્યારે શીત, મૃદુ આદિ પ્રકારના તેના સ્પર્શ દ્વારા તે જાણું લે છે કે આ ચન્દનાદિને સ્પર્શ છે. આ રીતે શીતત્વ આદિ રૂપ હેતુ વડે અમિત જે ચન્દનાદિ સ્પર્શ રૂપ અર્થ છે, તેનું નામ નિશ્રિત છે. આ નિશ્ચિતથી જે ભિન્ન હોય છે તેને અનિશ્ચિત કહે છે. એટલે કે એવા હેતુના સદૂભાવ વિના જ જે જ્ઞાન વિષયને જાણી લે છે એવા જ્ઞાનને અનિ. શ્રિત અવગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે જ્ઞાન હેતુના સદૂભાવ વિનાજ અર્થનું અવચહણ કરનારું હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૫ ૩