________________
તેનું નામ ક્ષેત્ર પ્રત્યુપેક્ષા ( ક્ષેત્ર પડિલેહણા) છે. કાળવિશેષની જે વિચારહ્યું છે તેનું નામ કાળ પ્રત્યુપેક્ષણ છે. ધર્મને નિમિત્તે જે જાગરણ આદિ રૂપ પ્રત્યુપેક્ષણ (પડિલેહણા) છે તેનું નામ ભાવ પ્રત્યુપેક્ષણા (પડિલેહણા) છે. કહ્યું પણ છે કેઃ “જિં ચ જિ વા ” ઈત્યાદિ–
“હજી સુધી શું કર્યું અને હવે મારે શું કરવાનું બાકી છે ? હું તપ તે કરતા નથી, મારું શું થશે ?” આ પ્રકારની પૂર્વાપર રાત્રિકાળમાં જે વિચારણા ચાલે છે તેનું નામ ભાવ પ્રતિ લેખના છે. આ પ્રત્યુપેક્ષણમાં જે પ્રમાદ છે-શિથિલતા છે, અથવા જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું જે ઉલંઘન થાય છે તેનું નામ જ પ્રત્યુપેક્ષણ પ્રમાદ છે. આ કથન દ્વારા દસ પ્રકારની સમાચારી રૂપ જે પ્રમાર્જન, ભિક્ષાચર્યા આદિ છે, તેમાં જે પ્રમાદ છે તે પ્રમાદ તથા ઈચ્છાકાર મિથ્યાકાર આદિકે માં જે પ્રમાદ છે, તે ગૃહીત થઈ ગયે છે, કારણ કે પ્રયુક્ષિણા સમાચારી રૂપ હોય છે. પ્રમાર્જના આદિને સમાચારમાં સમાવેશ થઈ જવાને કારણે પ્રત્યુપેક્ષણ પ્રમાદમાં પ્રમાજનાદિ પ્રમાદને પણ સમાવેશ થઈ જાય છે. સૂ. ૨૯
પ્રમાદ વિશિષ્ટ પ્રત્યુપેક્ષણાકા નિરૂપણ
આગલા સૂત્રમાં પ્રત્યુપેક્ષણ (પડિલેહણ) પ્રમાદની પ્રરૂપણા કરવામાં આવી. હવે સૂત્રકાર પ્રમાદ વિશેષ રૂપ એ જ પ્રત્યુપેક્ષણ (પડિલેહણા) ના છ પ્રકારનું કથન કરે છે. “ છવિ vમાહિi gymત્તા” ઇત્યાદિ–
પ્રમાદ પ્રતિલેખના (પલેવણુ) છ પ્રકારની કહી છે. તે પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) આરભટા, (૨) સમ્માઁ, (૩) મોશલી, (૪) પ્રફેટના, (૫) વ્યાક્ષિત અને (૬) વેદિકા.
ઉપયોગને જે અભાવ છે તેનું નામ જ પ્રમાદ છે. તે પ્રમાદ પૂર્વકની જે પ્રતિલેખન થાય છે તેને પ્રમાદ પ્રતિલેખના કહે છે. તેના આરભટા પ્રતિલેખના આદિ ૬ ભેદ કહ્યા છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
આરટા પ્રતિલેખના–જે પ્રત્યુપક્ષણ વિપરીત રૂપે કરવામાં આવે છે, તેને આરભટા પ્રત્યુપેક્ષણ કહે છે. અથવા ઘણું જ ઉતાવળથી જે પણ થાય છે તેને આરભટા પ્રત્યુપેક્ષણું કહે છે. એક વસ્ત્રની પૂરેપૂરી પ્રતિલેખના કર્યા પહેલાં બીજા વસ્ત્રની પ્રતિલેખના શરૂ કરનારની પ્રતિલેખના આ પ્રકારની ગણાય છે. આ પ્રકારની પલેવણા વજનીય છે.
સંમર્દી પ્રત્યપેક્ષણું–જે વસ્ત્રના મધ્યભાગમાં સંકુચિત ખૂણે હોય છે તે વસ્ત્રની પ્રત્યુપેક્ષણાને સંમર્દો પ્રત્યુપેક્ષણ કહે છે. અથવા અપ્રતિલેખિત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૪૫