________________
ઉપધિની ઉપર બેસીને જે પ્રત્યુપેક્ષણ (પલેવણું) કરાય છે તેનું નામ સંમર્દી પ્રત્યુપેક્ષણ કહે છે. આ પ્રકારની પ્રત્યુપેક્ષણ પણ વર્જનીય છે.
મોશલી પ્રત્યક્ષ-પ્રત્યપેક્ષણીય જે વસ્ત્ર છે, તે વસ્ત્રના ભાગ વડે તે તિર્યગુ, ઉર્ધ્વ અથવા અધઃસંઘટ્ટન છે, તેનું નામ મોશલી પ્રત્યુપેક્ષણા છે. તે મેલી પ્રત્યુપેક્ષણ પણ વજનીય છે.
પ્રફેટના પ્રત્યુપેક્ષણા–ધૂળવાળા વસ્ત્રને જેમ ઝાટકારવામાં (ખંખેરવામાં) આવે છે તેમ પ્રત્યુપેક્ષણીય અને જેરથી જે ઝટકારવામાં આવે છે તેનું નામ પ્રશ્કેટના પ્રયુપેક્ષણ છે. તે પ્રત્યુપેક્ષણ પણ વર્જનીય છે.
વ્યાક્ષિણ પ્રત્યુપેક્ષણ–વસ્ત્રની પ્રત્યુપેક્ષણ કરીને વસ્ત્રને ખીંટી આદિ પર ટાંગી દેવાનું કાર્ય જે પ્રત્યુપેક્ષણામાં થાય છે, તે પ્રત્યુપેક્ષણને વ્યાક્ષિણા પ્રત્યુપેક્ષણા કહે છે. તે પ્રકારની પ્રત્યુપેક્ષણ પણ વર્જનીય છે.
વેદિકા પ્રત્યુપેક્ષણ-વેદિકા પ્રત્યુપેક્ષણાના નીચે પ્રમાણે પાંચ પ્રકાર પડે છે–(૧) ઉર્વ વેદિકા, (૨) અધેવેદિકા, (૩) તિર્યગૂ વેદિકા, (૮) દ્વિધા વેદિક અને (૫) એક વેદિકા,
અને ઘુટની ઉપર હાથ રાખીને જે પ્રત્યુપેક્ષણ કરાય છે તેને ઉર્થવેદિક પ્રત્યપેક્ષણ કહે છે. અને ઘૂંટણેની નીચે હાથને રાખીને જે પ્રત્યપેક્ષણ કરાય છે તેને અધેવેદિકા પ્રત્યુપેક્ષણ કહે છે. બન્ને જાનુ ( જાઘ) ની બાજુમાં હાથ રાખીને જે પ્રત્યુપેક્ષણ કરાય છે તેનું નામ તિય વેદિકા પ્રત્યુપેક્ષણ છે. અને હાથની વચ્ચે બને જાનુઓને રાખીને જે પ્રત્યપેક્ષણ કરાય છે તેનું નામ દ્વિધાવેદિકા પ્રત્યુપેક્ષણ છે. એક જાનુને (જધને) બને હાથની વચ્ચે રાખીને જે પ્રત્યુપેક્ષણું કરાય છે તેનું નામ એક્તવેદિકા પ્રત્યુપેક્ષણ છે. આ બધી પ્રત્યુપેક્ષણાએ સદેષ હોવાને લીધે વજનીય છે.
આ પ્રમાણે પ્રમાદ પ્રતિલેખનાના છ પ્રકારનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અપ્રમાદ પ્રતિલેખનાના છ પ્રકારનું નિરૂપણ કરે છે.
ઇશ્વ જનચર્જિાના” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૪૬