________________
(૫) કીલિકા સંહનન-આ સંવનનમાં હાડકાં માત્ર વા નામની કાલિકા વડે જ બંધાયેલાં રહે છે.
(૬) સેવા સંહનન-આ સંવનનમાં હાડકાંઓ અન્યની સાથે એક બીજાના ખૂણાઓ વડે મળેલાં રહે છે. આ પ્રકારના સંહનનવાળું શરીર તેલની માલિશની તથા થાક લાગે ત્યારે વિશ્રામ આદિ રૂપ પરિશીલતાની (સેવાની) અપેક્ષા રાખે છે, તેથી એવા સંવનનને સેવા સંહનન કહે છે. આ પ્રકારના આ છ સંહનન કહ્યા છે. શક્તિવિશેષ પક્ષે તે “સાવાન” શાખટ કાષ્ટ આદિની જેમ જે દઢતા છે, તે સંહનન છે, એમ સમજવું જોઈએ. સૂ. ૨૧ છે
|
છહ પ્રકારકે સંસ્થાનકા નિરૂપણ
ટીકાWતથા “શ્વેિદે સંકાળે પળ?ઈત્યાદિ–
સંસ્થાનના છ પ્રકાર કહ્યા છે-(૧) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૨) ન્ય પરિમંડલ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) કુજ સંસ્થાન, (૫) વામન સંસ્થાન અને (૬) હુંડક સંસ્થાન,
અવયની રચના રૂપ જે શરીરને આકાર છે તેનું નામ સંસ્થાન છે. જે સંસ્થાનમાં શરીરને આકાર સપ્રમાણ હોય છે, તે સંસ્થાનને સમચતુરસ્ત્ર સંસ્થાન કહે છે. શરીરના જે ભાગના અવયવનું જેટલું પ્રમાણ હોવું જોઈએ એટલા પ્રમાણવાળા તે અવયે હેય-કઈ પણ અવયવના પ્રમાણમાં વધારો ઘટાડે ન હોય, એવા સપ્રમાણુ અવયવાળા શરીરને સમચતુરસ્ત્ર સંસ્થાન કહે છે.
ન્યોધપરિમંડલ સંસ્થાન– ગ્રોધ એટલે વડનું ઝાડ. જેમ વડનું ઝાડ ઉપરના ભાગમાં પરિપૂર્ણ આકારવાળું હોય છે, પણ તે નીચેના ભાગમાં પરિ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૩ ૨