________________
નિરૂપણ કરે છે. “પિ બાળે વખતે ” ઈત્યાદિ–
ટીકાર્થ-જ્ઞાનના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) આભિનિબેધિક જ્ઞાન (૨) શ્રતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન પર્યય જ્ઞાન અને (૫) કેવળજ્ઞાન.
આ પાંચે જ્ઞાનના સ્વરૂપનું વિસ્તૃત નિરૂપણ નન્દી સૂત્રની જ્ઞાનચન્દ્રિકા નામની ટીકામાં કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુ પાઠકેએ ત્યાંથી તે વાંચી લેવું. સૂ. ૨૫
જ્ઞાનના પાંચ પ્રકારનું કથન કરીને હવે સત્રકાર તેના આવરક કમેની પંચવિધતાનું કથન કરે છે. “પંચવિ જાળવળિજો રે” ઇત્યાદિ–
જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારના કહ્યાં છે–(૧) આભિનિબોધિક જ્ઞાનાવરણીય, શ્રત જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય,
જે કર્મ જ્ઞાનના ઉપર આવરણ રૂપ બની જાય છે, જ્ઞાનને આચ્છાદિત કરી દે છે, તે કર્મોને જ્ઞાનાવરણીય કર્મો કહે છે. જેમકે શ્રુતજ્ઞાનનું આવરણ કરનાર જે કમ છે તેને શ્રતજ્ઞાનાવરણીય કર્મ કહે છે. એ જ પ્રમાણે બાકીનાં કર્મો વિષે પણ સમજવું. . સ. ૨૬ છે
સ્વાધ્યાયકે પંચવિધતાક નિરૂપણ
જ્ઞાનાવરણીય કર્મના પાંચ પ્રકારે પ્રકટ કરીને હવે સૂત્રકાર તેના ક્ષયના ઉપાય વિશેષ રૂપ સ્વાધ્યાયના પાંચ પ્રકારને હવે પ્રકટ કરે છે.
“રવિ સાથે પuત્તે” ઈત્યાદિ–
સ્વાધ્યાય પાંચ પ્રકારનાં કહ્યાં છે-(૧) વાચના, (૨) પ્રચ્છના, (૩) પરિવર્તન, (૪) અનુપ્રેક્ષા, અને (૫) ધર્મકથા.
મર્યાદાપૂર્વક મૂળ સૂત્રનું જે પઠન આદિ કરવામાં આવે છે તેનું નામ સ્વાધ્યાય છે. તેના વાચના આદિ જે પાંચ ભેદે કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે--
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૦૬