________________
(પાશા) આદિની “અનન્ત” આ કપનાથી સ્થાપના કરી લેવામાં આવી હોય, તે સથાપનાનન્તક છે. છવદ્રવ્યનું અથવા પુદ્ગલ દ્રવ્યનું જે અનાતક છે, તે દ્રવ્યાનન્તક છે. ગણના એટલે ગણતરી. આ ગણતરી રૂપ જે અનન્તક છે તેને ગણુનાનન્તક કહે છે. આ ગણનાનન્તકમાં અણુ આદિની જે સંખ્યાતના છે તે અવિવક્ષિત હોવાથી તે પ્રતિપાદિત થતી નથી. તે ગણુનાનન્તક સંખ્યાવિશેષ રૂપ હોય છે. સંખ્યાત પ્રદેશોની જે અનન્તતા છે તેનું નામ પ્રદેશાનન્તક છે. બીજી રીતે અનન્તના જે પાંચ પ્રકારે બતાવ્યા છે, તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે––
આયામ ( લંબાઈ) રૂપ એક અંશની અપેક્ષાએ જે ક્ષેત્ર સમશ્રેણીવાળું હોય છે, તેને “એકતા અનન્તક' કહે છે. આયામ અને વિસ્તાર, એ બંનેની અપેક્ષાએ જે ક્ષેત્ર પ્રતર રૂપ-વળરૂપ હોય છે, તેને “ઉભયતઃ અનાતક” કહે છે. ક્ષેત્રને રુચક આદિની અપેક્ષાએ પૂર્વાદિ કોઈ પણ દિશાને જે વિસ્તાર (વિષ્કભ) છે તે વિસ્તારમાં પ્રદેશની અપેક્ષાએ જે અનન્તક છે તેનું નામ પ્રદેશાનન્તક છે. જેને સર્વ રૂપે વિસ્તાર છે એવા સર્વકાશને અહીં સર્વ વિસ્તાર પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. તે સકાશ રૂપ સર્વ વિસ્તા૨માં પ્રદેશોની અપેક્ષાએ જે અનાતક છે તેને સર્વ વિસ્તારાનન્તક કહે છે. અનાદિ અનન્ત રૂપ જે જીવાદિ દ્રવ્ય છે, તેને અહીં શાશ્વત પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ શાશ્વતની જે અનન્તતા છે તે અનન્તકાળની સ્થિતિ વાળી છે. તેથી તેને શાશ્વતાનન્તક કહે છે. . ૨૪ છે
જ્ઞાનકે સ્વરૂપના નિરૂપણ
આગલા સૂત્રમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે વિષયને પરિચછેદ (બંધ) જ્ઞાન વડે જ થાય છે. તેથી હવે સૂત્રકાર જ્ઞાનના પ્રકારનું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૦૫