________________
વિનયપૂર્વક ગુરુની પાસે જે સૂત્રનું અને અર્થને ગ્રહણ કરવાનું કાર્ય થાય છે, તેનું નામ વાચના છે. જે વિષયને શિષ્ય દ્વારા અભ્યાસ કરાય હોય તે વિષયમાં કઈ શંકા ઉદ્ભવે તે તેના નિવારણ માટે ગુરુને જે પ્રશ્ન પૂછવામાં આવે છે, તેનું નામ પ્રચ્છના છે. વાચના દ્વારા જે સૂત્ર અથવા અર્થને ગ્રહણ કરવામાં આવ્યું હોય અને પ્રચ્છના દ્વારા જે સૂત્ર અને અર્થને વિશુદ્ધ કરવામાં આવ્યો હોય તેની વિસ્મૃતિ ન થઇ જાય તે માટે ફરી ફરીને તેનું પુનરાવર્તન કરવું–તેનું નામ પરિવર્તના છે. ગૃહીત સૂત્ર, અર્થ અને સૂત્રાર્થની વિકૃતિ થઈ ન જાય, તે માટે વારંવાર તેનું ચિન્તન કર્યા કરવું તેનું નામ અનુપ્રેક્ષા છે. શ્રુતચારિત્ર રૂપ ધર્મનું જે વ્યાખ્યાન કરવામાં આવે છે, તેનું નામ ધમકથા છે. વાચના, પ્રચ્છના, પરિવર્તન અને અનુપ્રેક્ષા, આ ચાર વડે જેને શ્રતજ્ઞાન સંપાદન કર્યું હોય એવા સાધુએ જ ધર્મકથા (વ્યાખ્યાન) કરવી જોઈએ. એ સ. ૨૭ છે
પ્રત્યાખ્યાનકે સ્વરૂપના નિરૂપણ
ધર્મકથા દ્વારા જેમનો મિથ્યાભાવ નષ્ટ થઈ ચુક હોય છે એવા જ ભવ્ય જી વિશુદ્ધ પ્રત્યાખ્યાનવાળા હોય છે, તેથી હવે સૂત્રકાર પ્રત્યાખ્યાનનું સ્વરૂપ પ્રકટ કરે છે. “પંકિદે પ્રવજ્ઞાને પૂછળ” ઈત્યાદિ
ટીકાર્થ–પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-(૧) શ્રદ્ધાનશુદ્ધ, (૨) વિનયશુદ્ધ, (૩) અનુભાષણશુદ્ધ, (૪) અનુપાલના શુદ્ધ અને (૫) ભાવશુદ્ધ.
પ્રતિષેધ (નિષેધ) કરીને જેનું કથન અમુક ચોક્કસ કાળની મર્યાદા પર્યન્ત કરવામાં આવે છે તેનું નામ પ્રત્યાખ્યાન છે. તે પ્રત્યાખ્યાન શ્રદ્ધાનશુદ્ધ આદિના ભેદથી પાંચ પ્રકારના છે. આ વસ્તુ આદિ ત્યાગ કરવાને પાત્ર છે, એવી શ્રદ્ધાપૂર્વક જે પ્રત્યાખ્યાન લેવામાં આવે છે, તે પ્રત્યાખ્યાનને શ્રદ્ધાનશુદ્ધ કહે છે. શ્રદ્ધાના સદ્દભાવમાં જ પ્રત્યાખ્યાન શુદ્ધ-નિરવ હોઈ શકે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૦ ૭.