________________
મસ્યકે દષ્ટાન્તસે ભિક્ષુકે સ્વરૂપના નિરૂપણ
ટીકાઈ–મજ્યના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(૧) અનુસ્રોતચારી, (૨) પ્રતિસ્રોતચારી, (૩) અન્તચારી, (૪) મધ્યચારી અને (૫) સર્વચારી.
એ જ પ્રમાણે ભિક્ષુના પણ અનુસ્રોતચારી આદિ પાંચ પ્રકાર કહ્યા છે.
જે મત્સ્ય પ્રવાહના વહેણની દિશામાં જ ચાલવાના સ્વભાવવાળો હોય છે, તેને અનુસ્રોતચારી કહે છે. જે મત્સ્ય પ્રવાહના વહેણની વિરૂદ્ધની દિશામાં ચાલવાના સ્વભાવવાળા હોય છે તેને પ્રતિસ્ત્રોતચારી કહે છે. જે પ્રવાહની બાજુમાં ચાલવાના સ્વભાવવાળે હોય છે, તેને અન્તચારી કહે છે. જે મસ્ય પ્રવાહના મધ્યભાગમાં સંચરણ કરનારે હોય છે, તેને મધ્યચારી કહે છે. જે મસ્ય પ્રવાહની દિશામાં, પ્રવાહની સામે, પ્રવાહની પડખે અને પ્રવાહના મધ્યભાગમાં સંચરણ કરનારો હોય છે તેને સર્વચારી કહે છે. એ જ પ્રમાણે ભિક્ષક પણ પાંચ પ્રકાર હોય છે. જે ભિક્ષુક ઉપાશ્રયની નજીકના ઘરથી શરૂ કરીને કમશઃ અન્ય ઘરોમાંથી શિક્ષા પ્રાપ્ત કરનારો હોય છે તેને અનુ સોતચારી કહે છે. જે ભિક્ષુ દૂરના ઘરથી શરૂ કરીને ક્રમશઃ ઉપાશ્રયના સમી. પના ઘરોધાંથી ભિક્ષા પ્રાપ્ત કરનારો હોય છે તેને પ્રતિસ્રોતચારી કહે છે. જે ભિક્ષ ઉપાશ્રયની આસપાસ ઘરોમાંથી ભિક્ષાચર્યા કરનારે હોય છે તેને અન્તચારી કહે છે, જે ભિક્ષુ ગામની મધ્યના ઘરોમાં ભિક્ષાચર્યા કરનાર હોય છે તેને મધ્યચારી કહે છે. જે ભિક્ષુ ભિક્ષાપ્રાપ્તિ માટે સર્વત્ર ફરે છે તેને સર્વચારી કહે છે. તે સૂ. ૧૩
આગલા સૂત્રમાં ભિક્ષુના પાંચ પ્રકારનું કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર વનપક (યાચક ) નામના ભિક્ષુવિશેષનું નિરૂપણ કરે છે.
વંર વળીનn gujત્તા” ઈત્યાદિ
છેવની પક” એટલે યાચક. એવા વનપકના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે—(૧) અતિથિ વનપક, (૨) કૃપણ વનપક, (૩) બ્રાહ્મણ વનીક, (૪) શ્વવનપક અને (૫) શ્રમણ વનપક.
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૪