________________
લક્ષણ ઉષ્મા છે અને તે ખાધેલા આહારના પરિણમનમાં કારણભૂત બને છે. કામણ શરીર કર્મથી નિવૃત્ત હોય છે. અથવા શરીર નામકર્મની ઉત્તર પ્રકૃતિ રૂપ જે કર્મ છે તે સમુદાયભૂત કર્માષ્ટકથી ભિન્ન છે, તેથી કર્મ રૂપ જ કાર્પણ છે. આ કામણ શરીર સર્વ કર્મોનું આધારભૂત હોય છે. જેમાં ધાન્યના આધારભૂત કેઠી હોય છે એમ કર્મોના આધારભૂત કામણ શરીર હોય છે. જેમ અકુરાદિની ઉત્પત્તિ કરવાને બીજ સમર્થ હોય છે એ જ પ્રમાણે સમસ્ત કને પ્રસવ (ઉત્પત્તિ) કરવાને કામણ શરીર સમર્થ હોય છે. કર્મો દ્વારા જે નિષ્પન્ન થાય છે અથવા કર્મોમાં જે હોય છે અથવા કર્મોના સદુભાવમાં જે હોય છે તે કામણ શરીર છે અથવા કર્મોને સમૂહ જ કાર્માણ શરીર છે. આ ચાર-વૈકિય, આહારક, તેજસ અને કામણ શરીરે જીવથી પૃષ્ટ જ હોય છે. જેમ ઔદારિક શરીર જીવમુક્ત પણ હોય છે–મૃતાવસ્થામાં પણ હોય છે. એમ આ શરીરમાં બનતું નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવને છેડડ્યા બાદ મૃતશરીરમાં મૃતાવસ્થામાં પણ ઔદારિક શરીરને સદુભાવ કાયમ રહે છે. તેથી ઔદારિક શરીર જીવસ્કૃષ્ટ જ હોય છે, એવું કહી શકાતું નથી. પરન્તુ વૈકિય આદિ ઉપર્યુક્ત ચાર શરીરે તે જીવપૃષ્ટ જ હોય છે, જીવના વિના તેમનું અસ્તિત્વ જ સંભવી શકતું નથી.
ચાર શરીરને જે કામણ ઉમિશ્રક કહ્યા છે તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે –તે ચાર શરીર કામણ શરીરની સાથે જ રહે છે. જ્યાં કામણ શરીર હશે ત્યાં ક્રિય શરીર પણ હશે. જેમ કે દેવ અને નારકોમાં તે હોય છે. મનુષ્ય તિર્યચોમાં તેની સાથે આહારક શરીર હોય છે. ચૌદ પૂર્વધારીને તેની સાથે આહારક શરીર પણ હોય છે, તથા તેજસ અને કામણ આ બે શરીરે તે સાથે સાથે જ રહે છે જે શરીર ઉદાર પ્રધાન હોય છે તેને ઔદારિક કહે છે. ઔદ્યારિક શરીરમાં પ્રધાનતા તીર્થકર ગણધરના શરીરની અપેક્ષાએ આવે છે, કારણ કે તેનાથી ભિન્ન જે અનુત્તર દેવનું શરીર છેવૈક્રિય શરીર છે તે અનંતગણું હીન હોય છે. અથવા સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલો જે મહામસ્યા છે તેના દારિક શરીરની અપેક્ષાએ દારિકને ઉદારબૃહત્ પ્રમાણુવાળું કહેવામાં આવ્યું છે, કારણ કે તેનું પ્રમાણે બાકીના શરીરની અપેક્ષાએ ૧૦૦૦ એજન કરતાં પણ વિશેષ કહ્યું છે. તેથી શેષ શરીરે કરતાં તે અધિક પ્રમાણવાળું હોય છે. ભવધારણીય વૈકિય શરીરની અપેક્ષાએ તેમાં બૃહત્તા છે. એ સૂ. ૩૫
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
७७