________________
૧૩ માં સૂત્રમાં સૂત્રકારે પ્રજિત પુરુષના ચાર પ્રકારનું કથન કરતી જે ચતુભ“ગી કહી છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—
(૧) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે સિંહના જેવી વૃત્તિથી પરાક્રમ વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળે છે-પ્રવજ્યા અગીકાર કરે છે અને એવી જ વૃત્તિથી વિહાર કરે છે.
(૨) કાઇ એક પુરુષ એવા હોય છે કે જે સિંહના જેવી વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળી જાય છે. પણ શિયાળના જેવી વૃત્તિથી (શિથિલ વૃત્તિથી) વિહાર કરે છે.
(૩) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે શિયાળના જેવી વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળી જાય છે, પણ સિંહના જેવી વૃત્તિથી વિહાર કરે છે. (૪) કઈ એક પુરુષ શિયાળના જેવી વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળી જાય છે અને શિયાળના જેવી વૃત્તિથી જ વિહાર કરે છે ! સૂ ૩૦ ૫
અપ્રતિષ્ઠાન આદિ નરકોં કા આયામ ઔર વિષ્ફષ્મસે સામ્ય કા નિરૂપણ
આ પ્રકારે જાતિ આદિ ગુણેાની અપેક્ષાએ અશ્વાદિકાની સાથે પુરુષની સમાનતાનું કઘ્ન કરીને હવે સૂત્રકાર અપ્રતિષ્ઠાન આફ્રિકાની સમાનતા, આયામ, વિષ્ણુભ આદિને અનુલક્ષીને પ્રકટ કરે છે—
“વત્તર સ્રોને સમાજવ્વત્તા ' ઇત્યાદ્રિ—(૩૧)
લેાકમાં આ ચાર સ્થાના પ્રમાણની અપેક્ષાએ સમાન કહ્યા છે—(૧) અપ્રતિષ્ઠાન નરક, (૨) જબુદ્વીપ નામના દ્વીપ, (૩) પાલૈંકયાન વિમાન અને (૪) સર્વાર્થસિદ્ધ નામનું મહાવિમાન,
સાતમી પૃથ્વીમાં (નરકમાં) નીચે પ્રમાણે પાંચ નરકાવાસ આવેલા છે. (૧) કાલ, (ર) મહાકાલ, (૩) રૌરવ, (૪) મહારૌરવ અને (૫) અપ્રતિષ્ઠાન, આ અપ્રતિષ્ઠાન નામનેા નરકાવાસ ઉપરના પાંચે નરકાવાસેાની મધ્યમાં આવેલા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
७०