________________
ખીજા ભાંગામાં બાલતપસ્વીને, તે પ્રકારની શ્રદ્ધાવાળા પુરુષને અથવા સાધુને મૂકી શકાય છે. ત્રીજા ભાંગામાં સુશ્રાવકને અને ચેાથા ભાંગામાં મૂઢ અથવા કાલસૌકરિક જેવા પુરુષાને મૂકી શકાય છે.
""
ચૌદમાં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ—(૧) કોઈ એક પુરુષ એવે! હાય છે કે જે એક ખાખતમાં-જેમકે શ્રુતમાં તા આગળ વધતા જાય છે એટલે સ્વાધ્યાય કરતા કરતા શ્રતજ્ઞાનમાં તે આગળ વધતા જાય છે પરન્તુ ત્રીજી ખાખતમાં હીયમાણુ થતા રહે છે જેમકે સમ્યગ્ દનથી રહિત થતા જાય છે. કહ્યું પણુ છે કે- ગદ્ ગદ્દ યદુમુત્ર '’ઇત્યાદિ. આ ગાથાના ભાવાથ નીચે પ્રમાણે છે—પુરુષ જેમ જેમ બહુશ્રુત-મહુ શાસ્ત્રજ્ઞ થતા જાય છે, સ'મત (લેાકેા દ્વારા તેના અભિપ્રાયને સ્વીકારવામાં આવે એવા ) થતા જાય છે, અને શિષ્યેાના સમૂહથી યુક્ત થતે જાય છે, તેમ તેમ જો તે સંશયયુક્ત પણ થતા જાય તે તે સિદ્ધાન્ત પ્રત્યેનીક-સિદ્ધાન્ત પ્રતિકૂલ પણ થતા જાય છે.
(૨) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે એકલા શ્રુતમાં તે વૃદ્ધિ પામતા રહે છે, પરન્તુ સમ્યગ્ દન અને વિનયથી રહિત થતે જાય છે. એટલે કે તે શ્રુતજ્ઞાન તે વધારે છે પણ સમ્યગૂદન અને વિનયની વૃદ્ધિ કરતા નથી પણ તેનાથી વિહીન થતા જાય છે. (૩) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે એમાં શ્રુત અને અનુષ્ઠાનમાં આગળ વધતા જાય છે, પણુ એકથી સમ્યગ્દર્શનથી જ વિહીન થતા જાય છે. (૪) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે શ્રુત અને અનુષ્ઠાનમાં તે વૃદ્ધિ કરતા રહે છે પણ સમ્યગ્દર્શન અને વિનયથી રહિત થતા જાય છે. અથવા—(૧) કાઇ એક પુરુષ જ્ઞાનમાં વધતા જાય છે પણ રાગથી રહિત થતા જાય છે. (૨) કોઈ એક પુરુષ એકમાં (જ્ઞાનમાં) વધતા જાય છે, પણ એમાં ( રાગ અને દ્વેષથી ) ઘટતા જાય છે. (૩) કાઇ પુરુષ એમાં (જ્ઞાન અને સયમમાં) વધતા જાય છે પણ રાગથી રહિત થતા જાય છે. (૪) કાઈ પુરુષ જ્ઞાન અને સયમમાં વધતા જાય છે અને રાગ અને દ્વેષમાં ઘટતા જાય છે.
અથવા—(૧) કાઈ પુરુષ એક ખામતમાં-ક્રોધમાં વૃદ્ધિ કરતા રહે છે પશુ માયાથી રહિત બનતા જાય છે. (૨) કેાઈ પુરુષના ક્રોધની વૃદ્ધિ થતી રહે છે પણ માયા અને લેાભની હાનિ થતી રહે છે.
(૩) કોઈ પુરુષના ક્રોધ અને માનની વૃદ્ધિ થતી રહે છે, પણ માયા ઘટતી જાય છે. (૪) કાઈ પુરુષના કોષ અને માનની વૃદ્ધિ થતી રહે છે પણ માયા અને લેાભ ઘટતા જાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૬ ૩