________________
એ હોય છે કે જે ધર્મ છેડે છે, પણ વેષ છેડતે નથી, જેમકે નિદ્ભવ (૩) કેઈ એક સાધુ વેબ પણ છેડે છે અને ધર્મ પણ છોડે છે (૪) કેઈ એક સાધુ વેષ પણ છોડતું નથી અને ધર્મ પણ છોડતો નથી જેમકે સત્ય સાધુ
રારિ ઉરિણઝારા” પુરુષને નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કેઈ એક પુરુષ એ હેય છે કે જે ધર્મને પરિત્યાગ કરે છે પણ ગણસ્થિતિને પરિત્યાગ કરતે નથી –“જિનાજ્ઞાધર્મનો પરિત્યાગ કરી નાખે છે પણ ગચ્છમર્યાદાને પરિત્યાગ કરતા નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-તીર્થકરની એવી આજ્ઞા છે કે યોગ્ય સાધુ સમુદાયને થતદાન દેવું જોઈએ. આ આજ્ઞાની ઉપેક્ષા કરીને બૂડ૯૯પાદિ વિશિષ્ટ કૃતનું અન્ય ગચ્છવાળા સાધુને તે દાન દેતો નથી, પણ પ્રવર્તક દ્વારા પ્રવર્તિત એવી પોતાની ગચ્છમર્યાદાનું તે અનુસરણ કરે છે આ પ્રકારને સાધુ જિનાજ્ઞાને વિરાધક હોવાને કારણે ધર્મને પરિત્યાગ કરનાર ગણાય છે પણ ગણુની મર્યાદાનું પાલન કરનારે હેવાને કારણે ગણસ્થિતિને પરિત્યાગકર્તા ગણાતો નથી. (૨) કઈ એક સાધુ ગણુસ્થિતિને પરિત્યાગ કરે છે પણ ધર્મને પરિત્યાગ કરતા નથી તે યોગ્ય સાધુઓને શ્રતદાન દેતે હોય છે. (૩) કોઈ ધર્મ અને ગણરિથતિ બન્નેને પરિત્યાગ કરે છે અગ્ય વ્યક્તિઓને થતદાન દેનારને આ પ્રકારમાં મૂકી શકાય. (૪) કોઈ એક સાધુ ધર્મને પણ પરિત્યાગ કરતે નથી અને ગણુસ્થિતિને પણ પરિત્યાગ કરતો નથી.
ત્તારિ પુરિઝાયા” પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે– (૧) કોઈ એક પુરુષ ધર્મપ્રિય હોય છે--પ્રીતિભાવથી આનંદપૂર્વક ધમને સ્વીકારી લે છે. પરન્ત નો ધર્મા* દઢધર્મો હતો નથી–એટલે કે વિપત્તિમાં ધર્મથી વિચલિત થઈ જનારે હોય છે.
(૨) કેઈ એક પુરુષ એવા હોય છે કે જે ગમે તેવી આફત આવે તે પણ ધર્મને પરિત્યાગ કરતા નથી (સ્થિર ધમધારી હોય છે), પણ પૂર્ણ વિચાર કર્યા વિના ધર્મ અંગીકાર કરતા નથી (૩) કોઈ પુરુષ પ્રિય ધર્મા પણ હોય છે અને દઢ ધર્મા પણ હોય છે. (૪) કઈ પુરુષ પ્રિયધર્મા પણ હોતો નથી અને દઢવામાં પણ હવે નથી કહ્યું પણ છે કે –
અહીં જે બીજા પ્રકારને પુરુષ કહ્યો છે તે સરળતાથી ધર્મને ગ્રહણ કરતે નથી-ઘણું જ વિચાર કરીને ધર્મને સ્વીકારે છે. આ રીતે ધમને સ્વીકાર્યા બાદ તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ વિધિપૂર્વક, આજીવન તેનું પાલન કરે છે. બાકીના પદને ભાવ સુગમ છે જે સૂ. ૧૯
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૩૧