________________
યુક્ત અયુક્ત રૂપ, (૩) અયુક્ત યુક્ત રૂપ અને (૩) અયુક્ત અયુક્ત રૂપ એ જ પ્રમાણે પુરુષના પણ યુક્ત યુક્ત રૂપ આદિ ચાર પ્રકાર સમજવા. ફા ' યાનના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) યુક્તયુક્ત શોભાવાળું, (૨) યુક્ત અયુક્ત શોભાવાળું (૩) અયુક્ત યુક્ત શેભાવાળું અને (૪) અયુક્ત અયુત શોભાવાળું એજ પ્રમાણે પુરુષના પણ “યુક્ત યુક્ત શોભાવાળો” આદિ ચાર પ્રકાર સમજવા. ૪
હવે પહેલા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે (૧) કેઈ એક યાન ( રથ, ગાડું આદિ વાહન ) બળદ આદિથી પણ યુક્ત હોય છે અને સકળ સામગ્રીથી પણ યુક્ત હોય છે. અથવા પહેલાં બળદાદિથી યુક્ત રહે છે અને પછી પણ યુક્ત જ રહે છે. (૨) કોઈ એક યાન બળદોથી યુક્ત હોય છે પણ અન્ય સામગ્રીથી રહિત હોય છે અથવા પહેલાં બળદ આદિથી યુક્ત હોય છે પણ પછી તેમનાથી રહિત બની જાય છે (૩) કેઇ એક યાન વર્તમાન કાળે તે બળદ આદિથી રહિત હોય છે પણ ભવિષ્યમાં તેમનાથી યુક્ત બની જાય છે. (૪) કોઈ એક રથાદિ યાન વર્તમાન કાળે પણ બળદ આદિથી રહિત હોય છે અને ભવિષ્યમાં પણ બળદાદિથી રહિત જ રહે છે.
એજ પ્રમાણે પુરુષે પણ ચાર પ્રકારના હોય છે-(૧) કે પુરુષ જન્મકાળથી જ સમૃદ્ધિ સંપન્ન પણ હોય છે અને સદાચાર સંપન્ન પણ હોય છે અથવા જે પહેલાં પણ સમૃદ્ધિ, સદાચાર આદિથી યુક્ત હોય છે અને પિતાના મરણકાળ પર્યન્ત પણ તેનાથી યુક્ત જ રહે છે. આ પહેલે ભાગ સામાન્ય પુરુષની અપેક્ષાએ સમજ, એજ પ્રમાણે બાકીના ત્રણ ભાગ પણ સમજી શકાય એવાં છે. સાધુ પુરુષને આ ચાર ભાંગા આ પ્રમાણે લાગુ પડે છે-(૧) કેઈ એક પુરુષ સાધુ બનતી વખતે દ્રવ્યલિંગ કે ભાવ લિંગથી યુક્ત હોય છે અને પિતાના જીવન કાળ પતિ એજ લિંગથી યુક્ત રહે છે. (૨) કોઈ એક પુરુષ દીક્ષા અંગીકાર કરતી વખતે દ્રવ્યલિંગથી કે ભાવલિંગથી યુક્ત હોય છે, પરંતુ આગળ ક્યા તે લિંગથી ભાવલિંગથી રહિત થઈ જાય છે. તેવા પુરુષને બીજા ભાગમાં ગણાવી શકાય છે. જેમકે – જમાલિ નિદ્ભવ અથવા કંડરિકની જેમ બને લિંગથી રહિત થઈ જનારને પણ બીજા ભાગમાં ગણાવી શકાય છે. પ્રત્યેક બુદ્ધ આદિની જેમ દ્રવ્યલિંગથી રહિત હોવા છતાં ભાવલિંગથી યુક્ત હોય એવા સાધુને ત્રીજા ભાગમાં ગણાવી શકાય છે. () તથા ગૃહસ્થાદિની જેમ જે પહેલાં પણ દ્રવ્યાલિંગ અથવા ભાવલિંગથી રહિત હોય છે પછી પણ એ જ ચાલુ રહે છે તેને ચોથા ભાંગામાં ગણાવી શકાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૫