________________ ગર્ભમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં જ ઉત્પન્ન થયા હતા. એ જ નક્ષત્રમાં મહા વદી બારશે તેમને જન્મ થયા હતા. એ જ નક્ષત્રમાં મહા વદી બારશે તેમણે પ્રત્રજ્યા અંગીકાર કરી હતી. એ જ નક્ષત્રમાં પિષ વદી ચૌદશે તેમણે કેવલવર જ્ઞાનદર્શન પ્રાપ્ત કર્યા હતાં. અને એ જ નક્ષત્રમાં વૈશાખ વદ બીજે તેઓ નિર્વાણ પામ્યાં હતાં. 13 માં તીર્થકર વિમલનાથ ભગવાનના પાંચે કલ્યાણકે ઉત્તરાભાદ્ર પદાનક્ષત્રમાં જ થયાં હતાં. 14 માં તીર્થકર અનંત જિનેશ્વરના પાંચ કલ્યાણકે રેવતી નક્ષત્રમાં થયાં હતાં. ધર્મનાથ જિનેશ્વરના પાંચે કલ્યાણકે પુષ્ય નક્ષત્રમાં થયાં હતાં. શાન્તિનાથ ભગવાનના પાંચે કલ્યાણક ભરણું નક્ષત્રમાં થયા હતાં. અરનાથ ભગવાનના પાંચે કલ્યાણક રેવતી નક્ષત્રમાં થયા હતાં. સુવ્રતનાથ ભગવાનના પાંચે કલ્યાણક શ્રવણ નક્ષત્રમાં થયા હતાં. હતાં. નમિનાથ ભગવાનના પાંચે કલ્યાણકે અશ્વિની નક્ષત્રમાં થયા હતાં. નેમિનાથના પાંચે કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા હતાં. પાર્શ્વનાથ ભગવાનના પાંચે કલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયા હતાં તથા અન્તિમ તીર્થકર મહાવીર પ્રભુના પાંચે કલ્યાણક ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં થયા હતાં. એ જ વાત નીચેની ગાથાઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે-“સમને મä મહાવીરે” ઈત્યાદિ. આ ગાથાઓને અર્થ સુગમ છે. “ઘરમાણ નિત્તા” ઈત્યાદિ વીરનાથ ભગવાન હસ્તત્તરા નક્ષત્રમાં જ-ઉત્તરા ફાગુની નક્ષમાં જ ચવીને માતાના ગર્ભમાં આવ્યા હતા. એ જ નક્ષત્રમાં તેમને બ્રાહ્મણીના ગર્ભમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં મૂકવામાં આવ્યા હતા. તે કાર્ય ઈન્દ્રની આજ્ઞાથી હરિગમેષ દેવે કહ્યું હતું. ભગવાનના જન્મ સમયે, લગવાનની પ્રવજ્યા સમયે અને ભગવાનને જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે પણ હસ્તત્તરા નક્ષત્ર જ ચાલતું હતું. પણ તેમના નિર્વાણકાળે સ્વાતિ નક્ષત્ર ચાલતું હતું કાર્તક વદી અમાવાસ્યાને દિવસે તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. એ સૂ. 24 | શ્રી જૈનાચાર્ય શ્રી વાસીલાલજી મહારાજ રચિત “સ્થાનાગસૂત્ર” ની સુધા નામની વ્યાખ્યાના પાંચમા સ્થાનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત છે 5-1 શ્રી સ્થાનાંગ સૂત્ર :03 25 2