________________
અવલંબન કરીને પરીષહ આદિને સહન કરે છે, તે વસ્તુઓનું (તે અવ. લંબનના કારણેનું હવે સૂત્રકાર કથન કરે છે –
“વંજ હિં ટાળહિં મળે Ê કવિ” ઈત્યાદિ–
ટીકાર્થ–આત્માના જ્ઞાનાદિક ગુણનું જે છાદન (આવરણ) કરે તેનું નામ છ% છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અત્તરાય, આ ચાર ઘાતિયા કમરૂપ જ તે છ% હોય છે. આ છઘમાં જ રહે છે–એટલે કે જે જીવો આ છઘ (આવરણ) વાળા હોય છે, તેમને છદ્મસ્થ કહે છે. કષાયયુક્ત જીને છશ્વાસ્થ કહેવાય છે. જે પરીષહ અને ઉપસર્ગો આવી પડે છે તેમને છઘસ્થ જીવ સારી રીતે સહન કરે છે, સમતાભાવપૂર્વક તેમને સહન કરે છે, દીનભાવને ત્યાગ કરીને તેમને સહન કરે છે, અને જે જે પરીષહ અને ઉપસર્ગો આવી પડે તેને અવિચલાવે (દઢતાપૂર્વક) સામનો કરે છે, એવું નીચેના પાંચ કારણોને લીધે બને છે. તેમાં પહેલું કારણ આ પ્રમાણે છે –
“રિજને લહુ ન પુરિને મત્તાપૂણ” ઈત્યાદિ
અહીં “ઉદી પદ દ્વારા ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈ ગયેલા કમને ગ્રહણ કરવામાં આવ્યું છે. “જેનું મિથ્યાત્વ મેહનીય આદિ કર્મ ઉદયાવરથામાં પ્રવિષ્ટ થઈ ચુકયું છે, અને તે કારણે મદિરાનું સેવન કરનાર વ્યક્તિના જેવું જેનું ચિત્ત વિક્ષિપ્ત થઈ ચુક્યું છે, એ પુરુષ જે મને ગળે દે, મારી મજાક ઉડાવે, મારી પાસેથી વસ્ત્ર, પાત્ર આદિ વસ્તુને પરાણે પડાવી લે, અથવા મારી સામે દુર્વચનને પ્રયાગ કરે, મને દેરડા આદિ વડે બાંધે, મને કારાગાર આદિમાં પૂરી દે, અથવા હાથ આદિ શરીરના અવયવને છરી નાખે, અથવા મને મૂચ્છિત કરી નાખે, અથવા મને મરણને શરણ પહોંચાડી દે. અથવા ન કરવા યોગ્ય ઉપદ્ર કરીને મને હેરાન કરવાનો પ્રયત્ન કરે,
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૪૨