________________
ચલ પટ્ટક આદિને, પાત્રોને, પાદપૂંછન (પગ લૂછવા માટેના સાધુના ઉપકરણ રૂપ વસખંડ) આદિને બળજબરીથી પડાવી લે છે, તેને ફાડી નાખે છે, નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે છે અથવા પાત્રોને ફેડી નાખે છે, મારા ઉપકરણને ચિરી જાય, તે મારે એવાં ઉપસર્ગો અને પરીષહેને સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. તેને કારણે મારે મારા કર્તવ્ય માર્ગમાંથી વિચલિત થવું જોઈએ નહીં,” આ પ્રકારના દઢ મને ખળપૂર્વક જે સાધુ ઉપસર્ગ અને પરીષહાને સહન કરે છે, તે સાધુ ગ્રહીત મોક્ષમાર્ગેથી વિચલિત થતું નથી. તે તે પોતે અંગીકાર કરેલા ધર્મમાર્ગમાં સ્થિર રહે છે.
કર્મબન્ધનેના વિનાશને માટે જે સ્થિતિ સમભાવપૂર્વક સહન કરવા યોગ્ય છેતેને પરીષહ કહે છે અને દેવાદિકૃત ઉપદ્રવોને ઉપસર્ગ કહે છે. આ કથનને ભાવાર્થ એ છે કે-છઘસ્થ મુનિ ઉપસર્ગો અને પરીષહને સમભાવપૂર્વક એ કારણે સહન કરે છે કે તે એવું સમજે કે આ ઉપસર્ગો અને પરીષહ સમજદાર જીવો દ્વારા ઉત્પન્ન કરાતાં નથી, પણ અજ્ઞાની જીવે દ્વારા જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની છ મિથ્યાત્વ, મેહનીય આદિ કર્મોના ઉદયના કારણે આ ઉપસર્ગો અને પરીષહ ઉત્પન્ન કરતા હોય છે. તેથી તેઓ રોષ કરવાને પાત્ર નથી પણ દયા ખાવાને પાત્ર છે.
બીજું કારણ આ પ્રમાણે છે-“ચક્ષાવિદ અચં પુષઃ તેને જે gષ પુર મોરાતિ” ઈત્યાદિ–તે સાધુના મનમાં એવી વિચારધારા ચાલે છે કે આ પુરુષ યક્ષ વડે અધિષિત થઈ રહ્યો છે, એટલે કે કઈ યક્ષ તેના શરીરમાં પ્રવેશ કરીને તેના દ્વારા ઉપસર્ગો કરાવી રહ્યા છે. તે કારણે જ તે મારા પ્રત્યે કેધ કરી રહ્યો છે, મને ગાળે દઈ રહ્યો છે, મારી મજાક કરી રહ્યો છે, વગેરે કથન અહીં પણ આગળ મુજબ જ સમજવું. તેથી આ પ્રકારના પરીષહ અને ઉપસર્ગો મારે શાન્તિપૂર્વક સહન કરવા જોઈએ. આ પ્રકારની વિચારધારાથી પ્રેરાઈને તે તેમને સમભાવપૂર્વક સહન કરે છે અને ઉપસર્ગ કરનાર પ્રત્યે તે ક્રોધ કરતા નથી, દૈન્યભાવ પ્રકટ કરતો નથી, પરંતુ ક્ષમાભાવપૂર્વક એક વીરની જેમ તે પરીષહે અને ઉપસર્ગોનો અડગતાપૂર્વક સામનો કરે છે. આ બીજા કારણમાં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે પરીષહ આદિ ઉત્પન્ન કરનાર વ્યક્તિના શરીરમાં યક્ષને પ્રવેશ થવાને કારણે તે પિતાના મૂળ સ્વભાવને ગુમાવી બેઠી હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
२४३