________________
ધારણ કરીને હવે સૂત્રકાર ઉત્તરગુણની અપેક્ષાએ એવા ચારિત્રાતિચારવાળા જીવોના ભેદનું નિરૂપણ કરે છે –“વવિદ્ ગાની પળો” ઈત્યાદિ–
જેઓ લબ્ધિ, પૂજ્યતા, ખ્યાતિ આદિની પ્રાપ્તિ નિમિત્તે તપસ્યા આદિ કરે છે તેમને “આજીવ” કહે છે. તે આજીવ પાખંડિ વિશેષરૂપ હોય છે. તેમના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) જાત્યાજીવ, (૨) કુલાજીવ, (૩) કર્માજીવ, (૪) શિલ્પાજીવ અને (૫) લિંગાજીવ.
જે આજીવ પિતાની જાતિને નિર્દેશ કરીને એટલે કે “હું ક્ષત્રિય જાતિને છું” એવું પ્રકટ કરીને ક્ષત્રિયાદિકેના ઘરમાંથી ભેજનાદિની પ્રાપ્તિ કરે છે. તેને જાત્યાજીવ કહે છે. તે પિતાની ક્ષત્રિય આદિ જાતિ પ્રકટ કરીને આજીવિકાનું ઉપાર્જન કરતા હોય છે. એ જ પ્રમાણે કુલાઇવ આદિ વિષે પણ સમજવું. અહીં કુલ ૫દ દ્વારા ઉગ્રાદિ કુલ અથવા ગુરુ સંબંધી કાલ ગ્રહણ કરવું જોઈએ. કમ ૫૮ વડે ખેતી આદિ ધંધાઓને, શિલ્પ પદ વડે ચિત્ર આદિ કલાઓને અથવા સાર્વકાલિક કર્મને અને લિગ પદ વડે જ્ઞાનાદિથી રહિત મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ રૂપ સાધુના લિંગને ( ચિત્રને) ગ્રહણ કરવું જોઈએ. એ સૂ. ૨૦ છે
પરીષહ સહકા નિરૂપણ
લિંગના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર રાજાના પાંચ લિગો ( ચિહ્નો ) નું કથન કરે છે–“ર ચાર રસ્તા ” ઈત્યાદિ.
રાજાના નીચે પ્રમાણે પાંચ ચિહું કહ્યાં છે–(૧) ખગ (તલવાર) (૨) છત્ર, (૩) મુકુટ, (૪) ઉપાનહ ( પગરખાં-મોજડીએ) અને (૫) બાલવ્યજન (ચાર). સ. ૨૧ છે
ઉપર્યુક્ત ચિહ્નોવાળા રાજાઓ હોય છે. તેઓ ઈસ્લામુ આદિ કુળમાં ઉત્પન્ન થયેલા હોય છે. તેમનામાંથી જે કેઈએ દીક્ષા ગ્રહણ કરી હોય છે તે સરાગ હોવા છતાં પણ સર્વ શક્તિની અધિકતાને લીધે જે વસ્તુઓનું
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૪૧