________________
નીચે પ્રમાણે છે—પાદાનીકના અધિપતિ લઘુપરાક્રમ છે, પીડાનીકના અધિપતિ અશ્વરાજ મહાવાયુ છે, કુજરાનીકના અધિપતિ હસ્તિરાજ પુષ્પદન્ત છે.
શક્રની સાંગ્રામિક સેનાએ અને સેનાપતિઓનાં જેવા નામ આપવામાં આવ્યાં છે, એવાં જ આરણુ પર્યન્તના દક્ષિણુના ઇન્દ્રોતી સેનાએ અને સેનાધિપતિએનાં નામ સમજી લેવા. ઇશાનેન્દ્રની સેનાએ અને સેનાધિપતિયાના જેવા નામ આપવામાં આવ્યાં છે. એવા જ અચ્યુત પન્તના ઉત્તરના ઈન્દ્રોની સેનાએ અને સેનાધિપતિઓના નામ સમજવા જોઇએ.
ટીકા –આ સૂત્રમાં અનીકાની આગળ જે સાંપ્રામિક વિશેષણના પ્રયાગ કરવામાં આન્યા છે, તે ગાન્ધર્વોનીક અને નાટયાનીકના વ્યવચ્છેદ કરવા નિમિત્તે કરવામાં આવેલ છે. પાાતિ અથવા પાયદળ સેનાને પાદાતાનીક કહે છે. તે પાદાતાનીકના જે અધિપતિ હાય છે તેને પાદાતાનીકાધિપતિ કહે છે. તે પાદાતાનીકાધિપતિ પણ પદાતિ જ હાય છે. અશ્વદળને પીઠાનીક કહે છે. તે અશ્વદળના અધિપતિને પીડાનીકાધિપતિ કહે છે. તે પીડાનીકાધિપતિ અશ્વરૂપ જ હાય છે. હસ્તિળને કુંજરાનીક કહે છે અને તેના અધિપતિને કુંજરાનીકાધિપતિ કુંજર રૂપ ( હાથી રૂપ ) જ હોય છે. મહીષ એટલે પાડે. એવી પાડાઓની સેનાને મહીષાનીક કહે છે. તેના અધિપતિ પણ મહીષ રૂપ જ હાય છે. વૃષભ એટલે બળદ વૃષભેની સેનાને વૃષભાનિક કહે છે અને તેના અધિપતિ પણ વૃષભ જ હાય છે. રથાનીકના અધિપતિ પણ રથ જ હાય છે.
ભવનપતિ નિકાયમાં ઉત્તરનિકાયના દસ ઇન્દ્રો હેાય છે. દક્ષિણનિકાયના ઇન્દ્રોનાં નામ નીચે પ્રમાણે છે—(૧) ચમરેન્દ્ર, (ર) ધરણુ, (૩) વેણુદેવ, (૪) હરિકાન્ત, (૫) અગ્નિશિખ, (૬) પૂર્ણુ, (૭) જલકાન્ત, (૮) અમિતગતિ (૯) વેલમ્બ અને (૧૦) ઘાષ.
ઉત્તરનિકાયના ઇન્દ્રોનાં નામ નીચે પ્રમાણે છે—(૧) અલિ, (ર) ભૂતાનન્દ (૩) વેદાલિ, (૪) હરિસંહ, (૫) અગ્નિમાણુત્ર, (૬) વસિષ્ઠ, (૭) જલપ્રભ, (૮) અમિતવાહન, (૯) પ્રભજન અને (૧૦) મહાધેાષ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૩૮