________________
જેવી જ પાંચ સાંઝામિક સેનાએ (અનકે) છે. અને પાંચ સાંઝામિક અનીકા ધિપતિ છે. તેના નામ પાદાનતાનીક યાવત્ રથાનીક તેને પાદાતાનીક ( પાયદળ સૈન્ય) ને અધિપતિ દક્ષ છે, પીડાનીકને (હયદળ) અધિપતિ અશ્વરાજ સુગ્રીવ છે, કુંજરાનીકને અધિપતિ હસ્તિરાજ સુવિક્રમ છે, મહિષાનીકને અધિપતિ નીલકંઠ છે અને રથાનીકને અધિપતિ નન્દોત્તર છે.
સુપણેન્દ્ર સુપર્ણ કુમારરાય વેણુદેવની પણ એવી જ પાંચ સાંગામિક સેનાએ છે. તેની સેનાના અધિપતિઓનાં નામ ધરણની સેનાના અધિપતિએનાં નામ પ્રમાણે જ સમજવા.
વેણુદાલિકની સેનાએ અને સેનાધિપતિઓના નામનું કથન ભૂતાનંદની સેનાઓ અને સેનાધિપતિની અનુસાર જ સમજવું. જેવું ધરણની સાંગામિક સેનાઓનું અને તે સેનાઓના અધિપતિઓના નામેનું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન શેષ પર્યન્તના સમસ્ત દક્ષિણના ઈદ્રોની સેનાએ અને સેનાધિપતિઓ વિષે પણ સમજવું. જેવાં ભૂતાનનદની સાંઝામિક સેનાઓના નામ કહેવામાં આવ્યાં છે, એવાં જ મહાઘેષ પર્યન્તના ઉત્તરનિકાયના ઈન્દ્રોની સેનાઓ અને સેનાધિપતિઓનાં નામ સમજી લેવાં
દેવેન્દ્ર દેવરાજ શુક્રની પણ પાંચ જ સાંઝામિક સેનાએ કહી છે. તે સેનાઓના અધિપતિ પણે પાંચ જ કહ્યાં છે.
તેમની પાંચ સેનાઓનાં નામ નીચે પ્રમાણે છે–(૧) પાદાતાનીક, (૨) પીઠાનીક, (૩) કુંજરાનીક, (૪) વૃષભાનીક અને (૫) રથાનીક.
તેમને પાદાતાનીકાધિપતિ હરિણગમષી છે, પીઠાનિકાધિપતિ અથરાજ વાયુ છે, કુંજરાનીકાધિપતિ હસ્તિરાજ રાવણ છે, વૃષભાનીકાધિપતિ દામદ્ધિ છે અને રથાનીકાધિપતિ માઠર છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની પણ શક્રના જેવી જ પાંચ સાંઝામિક સેનાએ છે. તે સેનાઓના અધિપતિઓનાં નામ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨ ૩૭