________________
માં જ ભિક્ષા પ્રાપ્તિ માટે હું નીકળીશ, આ પ્રકારના નિયમપૂર્વક જે ભિક્ષુ પૂર્વાહણકાળે જ ભિક્ષા પ્રાપ્તિ માટે ઉપાશ્રયમાંથી નીકળે છે, તેને પર્વાહિક સાધુ કહે છે. જે સાધુનો એ નિયમ છે કે હું પરિમિત પિંડ જ (અમુક પ્રમાણમાં જ ) આહાર ગ્રહણ કરીશ, આ પ્રકારના નિયમપૂર્વક ગોચરીને માટે વિચરણ કરતા સાધુને પરિમિતપિંડ પાતિક કહે છે. જે સાધુને એ નિયમ છે કે હું લાડુ આદિ આહારના કકડા કર્યા બાદ જ તેને ગ્રહણ કરીશ, તે તે પ્રકારના નિયમપૂર્વક તે પ્રકારના આહારની ગવેષણ કરતા સાધુને ભિન્નપિંડપાતિક કહે છે.
અરસ આહારાદિ વિષયક જે પાંચ સ્થાન કહ્યાં છે તે નીચે મુજબ છેહિંગ આદિથી રહિત આહારને જ હું ગ્રહણ કરીશ, આ પ્રકારના નિયમપૂર્વક જે સાધુ આ પ્રકારના આહારની ગવેષણ કરવા નિમિત્તે દાતાઓને ઘેર જાય છે, તે સાધુને અરસાહારી ભિક્ષુ કહે છે. જે સાધુ વિરસ (રસ રહિત) -કળથી આદિ જુના ધાન્યમાંથી નિર્મિત ( બનાવેલ ) આહારને જ ગ્રહણ કરવાના નિયમપૂર્વક તે પ્રકારના આહારની ગવેષણ કરતે વિચરે છે, તેને વિરસાહારી સાધુ કહે છે જે સાધુ કેદરા આદિ નિસ્સાર ધાન્યમાંથી તૈયાર કરેલા આહારને જ ગ્રહણ કરે છે, તેને અનોહારી કહે છે. જે સાધુ વાસી છાશમિશ્રિત વાલ, ચણા આદિને જ આહાર કરે છે તેને પ્રાન્તાહારી કહે છે. જે સાધુ ઘી આદિ સ્નિગ્ધ પદાર્થોથી રહિત વસ્તુઓને જ આહાર ગ્રહણ કરે છે તેને રક્ષાહારી કહે છે.
અરસજીવી આદિ પાંચ સ્થાન નીચે પ્રમાણે છે–જેણે એ નિયમ કર્યો છે કે હું જીવનપર્યન્ત રસવિહીન આહાર જ લઈશ, એવા સાધુને અરસજીવી કહે છે. એ જ પ્રમાણે વિરસ જીવી આદિ ચાર સ્થાને વિષે પણ સમજી લેવું જોઈએ.
સ્થાનાતિગ આદિ પાંચ સ્થાન નીચે પ્રમાણે છે—જે સાધુ કાર્યોત્સર્ગ કરે છે, તે સ્થાનાતિગ સાધુ છે. સ્થાનાતિગની સંસ્કૃત છાયા “સ્થાનાતિદ”
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨ ૨ ૩