________________
લેવામાં આવે તે, “થાનં અતિ તવાતિ રૂતિ થાજાતિઃ' એ વિગ્રહ થાય છે. તેનો અર્થ પણ સ્થાનાતિગ જેવો જ થાય છે “ઉભુટકાસનિક” જે આસને બેસવાથી જાણે જમીન પર બેઠક જ ન જમાવી હોય એવું લાગે છે, એવા આસને જે સાધુ બેઠે હોય છે તેને ઉકુટુંકાસનિક કહે છે આ આસનમાં ઉભડક બેસવું પડે છે.
પ્રતિમાથાયી ”—એક રાત્રિક આદિ કાર્યોત્સર્ગ વિશેષરૂપ પ્રતિમા ધારણ કરીને રહેવાને જેને નિયમ છે એવા કાર્યોત્સર્ગ વિશેષમાં સ્થિત સાધુને પ્રતિમાસ્થાયી કહે છે.
“વીરાસનિક”—વીરના આસન જેવું જેનું આસન હોય છે, તેને વિરાસનિક કહે છે. સિંહાસન પર બેઠેલી વ્યક્તિના નીચેથી સિંહાસનને ખસેડી લેવાથી શરીરને જે આકાર-સિંહાસન પર જ બેઠા હોય એ આકાર જે આસનમાં થઈ જાય છે, તે આસનને વીરાસન કહે છે. તે આસન ઘણું જ કઠણ છે, વીર પુરુષ જ તે આસન કરી શકે છે. એવું આસન જેનું હોય છે તેને વીરાસનિક કહે છે. આ આસને બેઠેલ માણસને આકાર ખુરસી જે થઈ જાય છે. ખુરસીના પાછલા બે પાયા ખસેડી લેવાથી અને આગલા બે પાયા રહેવા દેવાથી તેને જે આકાર થઈ જાય છે, તે જ આકાર આ આસને બેઠેલી વ્યક્તિને થઈ જાય છે. તેથી જ આ આસને બેસવું ઘણું જ મુશ્કેલ ગણાય છે.
નૈધિક-નિષદ્યા આસન વિશેષરૂપ હોય છે, તે પાંચ પ્રકારની છે– (૧) જે આસનમાં બને ચરણને અને હસ્તને સ્પર્શ સમાનરૂપે થાય છે. તેનું નામ “સમપાદપૂતા નિષદ્યા” છે. (૨) જે આસનમાં ગાયને દેતી વખતે બેસે તેમ બેસવામાં આવે છે, તે આસનને “ગનિષવિકા” કહે છે. (૩) જે આસનમાં અને ચરણાને જમીન પર રાખીને બેસવું પડે છે અને ત્યારબાદ એક પગને ઊંચે કરવામાં આવે છે-ઘુંટણને ઊંચે કરવામાં આવે છે, તે આસનને હસ્તિસુંડિકાનિષદ્યા કહે છે. (૪) પર્યકાસન અને અર્ધ પર્યકાસન, આ બે આસન તે જાણતાં છે. આ પ્રકારની નિષદ્યા (આસન) જેમની હોય છે, તેમને નવધિક કહે છે. દંડાયેતિક આદિ પાંચ આસન નીચે પ્રમાણે છે – (૧) દંડાયતિક, (૨) લગંડશાયી, (૩) આતાપક, (૪) અપાવૃતક અને (૫) અકçયક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
२२४