________________
આદિને ગ્રહણ કરવાના નિયમવાળો હોય છે, તેને ઔપનિધિક અથવા ઔપ. નિહિત ભિક્ષુ કહે છે. જે સાધુને એ અભિગ્રહ હોય છે કે હું નિર્ચે જન આહારને જ ગ્રહણ કરીશ, અને તે પ્રકારની આહારની તે ગવેષણ કરતે હોય, તે તેને શુદ્ધષણિક કહે છે. જે સાધુએ એવો અભિગ્રહ કર્યો હોય કે હું અવિચ્છિન્ન રૂપે પાત્રમાં નંખાયેલી આહારની એક, બે, ત્રણ એમ અમુક દત્તિ જ ગ્રહણ કરીશ, એવા અભિગ્રહધારી સાધુને સંખ્યાત્તિક કહે છે. દત્તિનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે–
વૃત્તી ૩ જ્ઞત્તિ વારે” ઈત્યાદિ. કઈ પણ જાતના વ્યવધાન વિના (આંતરા વિના ) દાતા અન્નપાણી આદિને સાધુના પાત્રમાં નાખે તે એક દત્તી ગણાય. આંતર પડે ત્યારે બીજી દત્તી ગણાય. જે ભિક્ષુને એ નિયમ હોય કે હું મારી નજરે દેખાય એવી જગ્યાએથી લાવવામાં આવેલા આહારને જ ઝડણ કરીશ અથવા જે દાતા પ્રથમ નજરે પડશે તેને ત્યાંથી જ આહાર ગૃહણ કરીશ એવા અભિગ્રહધારી ભિક્ષુને દછલાભિક કહે છે. જ્યારે કોઈ ભિક્ષ એ નિયમ કરે છે કે કઈ દાતા જ્યારે મને એવું પૂછશે કે
હે ભિક્ષે | હું આપને માટે શું અર્પણ કરું?” ત્યારે જ હું તેને ત્યાંથી આહાર ગ્રહણ કરીશ, આ પ્રકારના અભિગ્રહપૂર્વક તેની ગવેષણ કરતા સાધુને પૃષ્ઠલાભિક કહે છે. હવે આચામાણ્ડિક આદિ વિષયક જે પાંચ સ્થાન કહ્યાં છે, તેમનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે –
વિકૃતિ રહિત એટલે કે લુખાં અન્ન આદિનું અથવા શેકેલા ચણાને અચિત્ત પાણીમાં પલાળી રાખીને બે પ્રહરમાં એક વાર ભોજન કરવું તેનું નામ આચામાન્સ છે. એવું આચામાલ જે કરે છે તેને આચામાગ્લિક કહે છે. જે આહારમાં ઘી આદિ રૂપ વિકૃતિને અભાવ છે તે આહારને નિવિકૃતિક કહે છે. આ પ્રકારના અભિગ્રહપૂર્વક જે ભિક્ષ આહારની ગવેષણ કરવાને માટે વિચરણ કરે છે, તેને નિવિકૃતિક ભિક્ષુ કહે છે. પૂર્વાહણકાળ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
२२२