________________
પાસના નીચે પ્રમાણે ચાર આવાસ (વિશ્રામ) હોય છે-શ્રમણે પાકને સાવદ્ય વ્યાપારનો ત્યાગ રૂપ પહેલે વિશ્રામ આ પ્રકાર હોય છે–ત્યારે તે ચિત્તસમાધિ રૂપ શીલને, ભૂલ !ાણાતિપાત વિરમણ આદિ પાંચ વતન, દિગવ્રત ઉપગ પરિભેગ રૂપ ગુણવતાને, અને અનર્થદંડ વિરમણરૂપ વિરમણને, અથવા રાગાદિ વિરમણને તથા નમસ્કાર સહિત પિષઘાપવાસને આઠમ આદિ પર્વ દિનેમાં મહારાદિ ત્યાગને સ્વીકાર કરે છે.
બીજે વિશ્રામ આ પ્રકારનો હેય છે-જ્યારે તે સામાયિક તથા દેશવકાશિકને ધારણ કરે છે, ત્યારે સાવદ્ય વ્યાપારના ત્યાગ રૂપ બીજો વિશ્રામ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષથી રહિત થઈને સમસ્ત જી પ્રત્યે સમાનતાની ભાવના રાખવી તેનું નામ ‘સમ’ છે. “સમ” શબ્દ ભાવપ્રધાન છે સમ પ્રાપ્તિનું નામ “સમાય” છે. તે સમાય પ્રવર્ધમાન શર૬ ચન્દ્રની ચાન્દની સમાન પ્રતિક્ષણ વિલક્ષણ જ્ઞાનાદિના લાભારૂપ હોય છે. અથવા “સમ” એટલે “સામ્ય તે સામ્ય સમભાવ જનિત આમ પરિણામ છે, અને તે પ્રતિપળ અનિર્વચનીય કર્મનિર્જરાના કારણ રૂપ બને છે. આ સમને જે આય (લાભ) છે તેનું નામ સમય છે આ સમાય જેનું પ્રયોજન છે, તે સામાયિક છે અથવા સમને લાભ જેનાથી થાય છે તે સમાય છે, અને તે સમાય જ સામાયિક છે. આ સામાયિકની આરાધના કરતે શ્રાવક શ્રમણ સમાન હોય છે, કારણ કે સામાયિક વ્રત સાવદ્યાગના પરિવર્જન રૂપ અને નિરવદ્ય યોગના પ્રતિસેવન રૂપ હોય છે. કહ્યું પણ છે કે-“સામાથિ ગુનાનામધાર” ઈત્યાદિ. આ સામાયિકનું વિશેષ વિવરણ ઉપાસકદશાંગ સૂત્રની અગાસંજીવની ટીકામાં મેં લખેલું છે, તે ત્યાંથી વાચી લેવું. અમુક નિયત દિશામાં અવર જવરની મર્યાદાને પ્રતિદિન સંક્ષિપ્ત કરવી અથવા સર્વ વ્રતોને સંક્ષિપ્ત કરવા તેનું નામ દેશાવકાશિક વ્રત છે આ સામાયિક અને દેશાવાશિક વ્રતનું સમ્યક રીતે પાલન કરવું, એને જ બીજું વિશ્રામસ્થાન કહ્યું છે. શ્રમણોપાસકનું વિશ્રામસ્થાન-આઠમ, ચૌદશ આદિ પર્વ તિથિઓમાં સંપૂર્ણ અહોરાત્ર ( દિનરાત) નું જે પોષધવ્રત કરવામાં આવે છે, તે તેનું ત્રીજું વિશ્રામસ્થાન છે (૪) અપશ્ચિમ (અનિતમ)-મારણતિક સંલેખના રૂ૫ તાપવિશેષનું પ્રીતિપૂર્વક સેવન કરવું, ચારે પ્રકારના આહારના પરિ. ત્યાગ પૂર્વક મરણની આકાંક્ષાથી રહિત બનીને પાદપપગમન નામના સંથારાનું સતે ભાવ પૂર્વક આરાધન કરવું, તે શ્રમણે પાસકનું ચોથું વિશ્રામસ્થાન છે. સૂકા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩