________________
ફિરભી પુરૂષ વિશેષ કા નિરૂપણ
પુરુષ વિશેષનું સૂત્રકાર નિરૂપણ કરે છે–
“વત્તારિ પુનિયા” ઈત્યાદિ–(ફૂ. ૫) સૂત્રાર્થ–ચાર પ્રકારના પુરુષે કહ્યા છે-(૧) ઉદિતદિત, (૨) ઉદિતાસ્તમિત, (૩) અસ્તમિતાદિત અને (૪) અસ્તમિતાસ્તમિત
ચાતુરન્ત ચક્રવતી ભરતરાજા ઉદિતદિત હતા. ચાતુરત ચક્રવર્તી બ્રાદત્ત ઉદિતાસ્તમિત હતા હરિકેશ નામના અણગાર અસ્તમિતે દિત હતા, અને સૂવરને શિકાર કરનાર કાલસૌકરિક અસ્તમિતાસ્તમિત હતું,
આ ચાર પ્રકારના પુરુષનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું–
(૧) ઉદિતદિત–કેઈ એક પુરુષ એ હોય છે કે જે ઉત્તમ કુળમાં જન્મ લે છે, બળ સમૃદ્ધિ આદિથી સંપન્નતા, પુણ્યકર્મને અનુભવ આદિ અયુદય જન્મથી જ પ્રાપ્ત કરે છે, અને આ મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને અત્યન્ત આનંદદાયક, અવ્યાબાધ મેક્ષાદયને પણ પ્રાપ્ત કરે છે. ચાતુરત ચકવર્તી ઋષભનન્દન ભરત રાજાને આ પ્રકારના પુરુષ કહી શકાય ત્રણ દિશાએમાં સમુદ્ર અને એક દિશામાં હિમવાનું પર્વત, આ ચાર જેનાં અન્ત (અવધિ-હદ) હોય છે એવી ચાતુરન્તા પૃથ્વીને જે સ્વામી હોય તેને ચાતુરન્ત કહે છે. ચકથી વર્તન કરવાનો જેનો સ્વભાવ હોય તેને ચકાતી કહે છે. એવા ચાતુરન્ત ચકવતી ષભદેવ તીર્થકરના પુત્ર રાજા ભરતને ઉદિતેદિત કહેવામાં આવેલ છે.
(૨) ઉદિતાસ્તમિત પુરુષ–કઈ પુરુષ પહેલાં સૂર્ય જે ઊંદત અથવા અયુદય સંપન્ન હોય છે, પણ પાછળથી સકળ સમૃદ્ધિ ગુમાવી બેસવાથી અને દુર્ગતિમાં જવાથી અસ્તમિત (અવ્યુદયવિહીન) થઈ જાય છે. ચાતુરન્ત ચકવતી બ્રહ્મદત્ત રાજાને આ પ્રકારમાં ગણાવી શકાય. પહેલાં તો તે સારા કુળમાં ઉત્પન્ન થયે હતું. તેણે પિતાના બાહુબળના પ્રતાપથી છ ખંડનું મહાન સામ્રાજ્ય સ્થાપ્યું-ચક્રવતી થઈ ગયો. ત્યાર બાદ કોઈ અનુચિત્ત નિમિત્તથી ઉત્પન્ન થયેલા કોઇને અધીન થયે, ઈત્યાદિ કથન તેની કથામાંથી જાણી લેવું. ત્યાર બાદ તે મરીને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકવાસમાં ઉત્પન્ન થઈને મહા તીવ્ર વેદનાને અનુભવ કરવા લાગે આ રીતે તે અસ્તમિત થઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩