________________
વિકાશિકનું સમ્યફ રીતે પાલન કરવું તે બીજે વિશ્રામ છે. (૩) આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યાની તિથિઓમાં પૌષધવ્રતનું સારી રીતે પાલન કરવું તે ત્રીજે વિશ્રામ છે. (૪) મરણકાળ નજીક આવતા અપશ્ચિમ સંલેખના ધારણ કરવી, આહાર પાણીના પ્રત્યાખ્યાન કરવા, અને મૃત્યુની આકાંક્ષા રાખ્યા વિના પાદપપગમન સંથારે કરવા રૂપ ચેાથે વિશ્રામ સમાજ
ટીકાથ–દષ્ટાન્ત સૂત્રમાં દર્શાવવામાં આવેલા ભારવાહકના ચાર વિસામા જેવા શ્રમપાસકના પણ ચા૨ વિસામાં કહ્યાં છે. જે વ્યક્તિ શ્રમની સુશ્રષા કરે છે તેને શ્રમણોપાસક કહે છે. જેમ ભારવાહક ભારથી અકાંત રહે છે એ જ પ્રમાણે શ્રમણોપાસક પણ સાવદ્ય વ્યાપાર રૂપ ભારથી આક્રાંત હેય છે. જેમ ભારવાહક ભારને નિશ્ચિત સ્થાને પહોંચાડતા સુધીમાં વચ્ચે વચ્ચે વિસામા લેતો રહે છે, એ જ પ્રમાણે શ્રમણોપાસક પણ સાવઘવ્યાપારોને છેડવાને માટે–તેમને પરિત્યાગ કરવાને માટે ધીરે ધીરે. ત્યાગની માત્રા વધારતો જાય છે બસ, એજ તેને વિશ્રામ છે. વિશ્રામ ચિન્સમાધિ રૂપ હોય છે. જે કે શ્રમણે પાસક જિનાગમના સંબંધથી, ગુરૂ આદિન સદુપદેશોથી એટલું તે. સમજી શકે છે કે “આરંભ અને પરિગ્રહ નરક નિગદ આદિ વિવિધ દુખ પરંપરાના જનક છે. આરંભ પરિગ્રહ આદિને કારણે હજી સુધી મારું અક લ્યાણું જ થતું રહ્યું છે. કલ્યાણની અભિલાષા રાખતા એવા મારે માટે તે તે અવશ્ય હેય (ત્યાજ્ય) છે.” છતાં પણ દુર્દમ ઈન્દ્રિય સમૂહ રૂપ ભટથી પરાસ્ત થઈને તેમાં પ્રવૃત્ત તે થાય છે. પરંતુ તેમાં આસક્ત થઈને પ્રવૃત્તિ કરતા નથી પણ ગરમ લેઢાના તવાને પકડવાની જેમ ડરતા ડરતા પિતાની પ્રવૃત્તિ કરે છે. તે પ્રવૃત્તિથી આનંદ પામતું નથી, પણ તેને હદયમાં પશ્ચાતાપ જ કર્યા કરે છે, કારણ કે તે સમયે તેની વિચારધારા આ પ્રકારની હોય છે
ચિર નિદા ગાળ” ઈત્યાદિ–
“અરે ! હું કેવો અણસમજુ છું કે મારા હૃદયમાં જિનેન્દ્ર દેવની આજ્ઞા વિરાજિત હોવા છતાં પણ મારું ચારિત્ર અને રહેણીકરણ આ પ્રકારના બની ગયાં છે. મારું આ જ્ઞાન શા કામનું છે? કારણ કે આ જ્ઞાન હેવા છતાં પણ હું મારે મનુષ્ય ભવ મારે હાથે જ ફેગટ ગુમાવી રહ્યો છું ? હું તે બિલકુલ અજ્ઞાની હાઉં એવી રીતે મારી પ્રવૃત્તિમાં હજી સુધી લીન રહ્યા જ કરું છું.” આ પ્રકારની ભાવનાથી ઓતપ્રોત થયેલા તે શ્રમ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩