________________
પ્રાણથી પણ રહિત થઈ જાય છે, એ જ પ્રમાણે રાગાદિકના આશ્રયભૂત શબ્દથી લઈને સ્પર્શ પર્યન્તના પાંચ વિષમાં પિતાની પાંચ ઈન્દ્રિ દ્વારા આકર્ષિત થયેલા જીવ પણુ અને મૃત્યુ પામે છે. એટલું જ નહીં પણ તેમને અધીન બનેલા છેઆ સંસારમાં વારંવાર જન્મ-મરણ રૂ૫ આવાગમન ર્યા કરે છે. કહ્યું પણ છે કે– ર શ નિઃ” ઈત્યાદિ,
શબ્દ કે જે કણેન્દ્રિયને વિષય છે તેમાં અનુરાગી બનીને હરણ પિતાના પ્રાણને ગુમાવી દે છે. સ્પર્શેન્દ્રિયના વિષયભૂત સ્પર્શમાં અધિક અનુરાગયુક્ત બનીને હાથી પિતાનાં પ્રાણેને ગુમાવી બેસે છે, પ્રાણી, કે જે સ્વાદેન્દ્રિયનો વિષય છે, તેમાં આસક્ત બનીને માછલી પિતાનાં પ્રાણેને ગુમાવે છે. તથા ચક્ષુઈન્દ્રિયના વિષયરૂપ રૂપમાં આસક્ત થવાથી પતંગિયું પિતાને જાન ગુમાવી બેસે છે. ધ્રાણેન્દ્રિયના વિષયભૂત ગન્ધમાં અધિક અનરોગયુક્ત બનીને સર્ષે પિતાનાં પ્રાણ ગુમાવે છે. આ રીતે એક જ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થયેલા જીવ જે પિતાનું જીવન ગુમાવી બેસે છે, તો પાંચે ઈન્દ્રિયેના વિષયના ગુલામ બનેલા જે જીવે છે, તેમની દુર્દશાની તે વાત જ શી કરવી !
શબ્દથી લઈને સ્પર્શ પર્યંતના આ પાંચ સ્થાનના સ્વરૂપથી અજ્ઞાત હોય એવા અથવા અપ્રત્યાખ્યાન પરિજ્ઞાથી અપ્રત્યાખ્યાત હોય એવાં જીને માટે તે પાંચ સ્થાન અહિત, અનુપકાર, અસુખ (દુઃખ), અક્ષમ (અસામર્થ્ય) અનિશ્રેયસ (અકલ્યાણ) અથવા અમોક્ષને માટે કારણરૂપ બને છે, અને અનુગામિતા-પરભવમાં સાથે જવાને માટે કારણભૂત બનતાં નથી (૧૦). આ શબ્દથી લઈને સ્પર્શ પર્વતના પાંચ સ્થાન જ્યારે સુપરિજ્ઞાત થઈ જાય છે, ત્યારે તે જીવના હિત, ઉપકાર આદિ કરવામાં કારણભૂત બને છે (૧૧).
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
२०८