________________
અસત્ય ભાષણથી જે સવ થા નિવૃત થવાય છે તેનું નામ જ સમસ્ત મૃષાવાદ વિરમણુ મહાવ્રત છે. આ ખીજુ` મહાવ્રત છે. સમસ્ત અદત્તાદાની નિવૃત થવુ તેનું નામ સમસ્ત અદત્તાદાન વિરમણુ છે. આ ત્રીજું મહાવ્રત છે, તેનું સ્વરૂપ આ પ્રકારનુ છે. દ્રવ્યની અપેક્ષાએ સચેતન અચેતન દ્રશ્ય સંબધી અદત્તાદાનથી નિવૃત થવુ, ક્ષેત્રની અપેક્ષાએ ગ્રામ, નગર, અણ્ય આદિ વડે ઉર્દૂભૂત અદત્તાદાનથી વિરમણુ થવુ, કાળની અપેક્ષાએ અતીતાદિ કાળ સંબધી અથવા રાત્રિદિવસ સંબધી અદત્તાદાનથી વિરમણુ થવુ, ભાવની અપેક્ષાએ રાગ, દ્વેષ અને મેહુ વડે ઉર્દૂભૂત અદત્તાદાનથી વિરમણુ થવું, ત્રણે કારણુ દ્વારા ( કૃત, કારિત અને અનુમેદના ) અદત્તાદાનથી વિરમણ થવુ તેનું નામ જ વિરમણુ રૂપ ત્રીજું મહાવ્રત છે.
સમસ્ત અદત્તાદાન
કૃત, કારિત આદિ ભેદ્દેની અપેક્ષાએ ત્રિવિધ રૂપે મૈથુનને પરિત્યાગ કરવા તેનું નામ સમસ્ત મૈથુન વિરમણુ વ્રત છે. એટલે કે દ્રવ્યની અપેક્ષાએ મનુષ્ય, તિય ઇંચ અને દેવસ’બધી મૈથુનને પરિત્યાગ કરવા, અથવા રૂપ રૂપ સહગત સંબધી મૈથુનને-વસ્ત્ર, પાટિયા આદિ પર ચિત્રાદ્ધિરૂપે પરિકલ્પિત કરાયેલ નિર્જીવ ચિત્રાદિકા સાથે અબ્રહ્મના સેવનને પરિત્યાગ કરવા, અથવા રૂપ સહગત સળવાની સાથે મૈથુનને પરિત્યાગ કરવા, ભૂષણુ વિહીન રૂપાની સાથે . અને ભૂષણ સહિત રૂપાની સાથે મૈથુનના ત્યાગ કરવા ક્ષેત્રની અપેક્ષાએ ત્રણે લેાક સ’બધી મૈથુનને પરિત્યાગ કરવા, કાળની અપેક્ષાએ અતીત મૈથુનને અથવા રાત્રી આદિ સંબધી મૈથુનને પરિત્યાગ કરવા, ભાવની અપેક્ષાએ રાગદ્વેષથી ઉર્દૂભૂત મૈથુનના પરિત્યાગ કરવા-આ પ્રકારે સમસ્ત પ્રકારના મૈથુનથી નિવૃત્ત થવું તેનું નામ સમસ્ત મૈથુન વિરમણમહાવ્રત છે. હવે પાંચમાં મહાવ્રતનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવે છે—કૃત, કારિત અને અનુમાદિત રૂપ ત્રણે પ્રકારના પરિગ્રહનેા, દ્રવ્યની અપેક્ષાએ સ ધન, ધાન્ય આદિના પરિ ગ્રહને, ક્ષેત્રની અપેક્ષાએ લેાક સંબધી પરિગ્રહના, કાળની અપેક્ષાએ અતી તાદિ કાળ સંબધી પરિગ્રહના અથવા રાત્રી આદિમાં સ`ભવિત પરિગ્રહના, ભાવની અપેક્ષાએ રાગદ્વેષ સંબંધી પરિગ્રડુના, આ રીતે સમસ્ત પ્રકારના પરિગ્રહને પરિત્યાગ કરવા તેનું નામ સમસ્ત પશ્રિહ વિરમણુ મહાવ્રત છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૦૪