________________
આદિ વાદ્યોના સૂરોની સમાનતા હોય છે તે ગેયને સામ્ય કહે છે. ગીતમાં આ પ્રકારના આઠ ગુણ હોય છે, તે આઠ ગુણોથી રહિત જે ગીત હોય તે વિડમ્બના રૂપ જ હોય છે. ઉપલક્ષણથી ગીતના અન્ય ગુણે પણ કહ્યા છે, જે નીચે પ્રમાણે છે. “કરિો વિયુદ્ધ” ઈત્યાદિ–
આ કમાંના પ્રત્યેક પદની સાથે વિશુદ્ધ શબ્દને લગાડીને આ પ્રમાણે કથન થવું જોઈએ—જે સ્વર છાતીને ઊંડાણમાંથી નીકળતો હોય છે તેને ઉરવિશુદ્ધ સ્વર કહે છે. જે સ્વર કંઠમાંથી ફુટ રૂપ ઉચ્ચારિત થતો હોય છે તેને કંઠવિશુદ્ધ સ્વર કહે છે. જે વર શિરમાંથી પ્રાપ્ત થતું હોય છે એવા અનનાસિક સ્વરને શિરવિશુદ્ધ સ્વર કહે છે. અથવા ઉરવિશુદ્ધ, કંઠવિશુદ્ધ અને શિવિશુદ્ધ ગેય તેને કહે છે કે જે શ્લેષ્માથી રહિત એવા ઉભાગ, કંઠ અને શિરોભાગ વિશુદ્ધ થઈ જતાં ગવાય છે. જે ગીત ગાવામાં આવે તે મૃદુક, રિભિત અને પદબદ્ધ હોવું જોઈએ. જે ગીત કઠોરતાથી રહિત એટલે કે મૃદુ સ્વરથી ગવાય છે તેને મૃદક કહે છે. જ્યાં અક્ષરને લૂંટવાથી સ્વરને સંચાર થાય એવી તે અક્ષરને ઘુંટવાની ક્રિયાને “રિભિત કહે છે.
ગેય પદની વિશિષ્ટ રચનાથી ચેજિત જે ગાવાની ક્રિયા છે તેને પદબદ્ધ ગીત કહે છે. હાથ વડે ઉત્પન્ન થયેલા અવાજને તાલ કહે છે. મૃદંગ, મંજીરા આદિ ગીતાપકારક વાદ્યોને જે અવાજ છે તેને પ્રત્યક્ષેપ કહે છે. અથવા નર્તકીને પગને જે પ્રક્ષેપ થાય છે તેને પ્રત્યક્ષેપ કહે છે. તાલ અને પ્રત્યક્ષેપ જ્યારે ગીતના સૂરની સાથે સુમેળપૂર્વક ચાલી રહ્યાં હોય, ત્યારે તે ગીતને સમતાલ પ્રયુક્ષેપવાળું કહેવાય છે. અક્ષરાદિકની સાથે જે ગીત સાત સ્વરથી યુક્ત હોય છે તેને સપ્તસ્વરસીભર કહે છે. જે ગીતમાં દીર્ઘ અક્ષરની સાથે દીઈ સ્વર ગવાતું હોય, હસવ અક્ષર આવે ત્યારે હસ્વ સ્વર ગવાતો હય, બહુત અક્ષર આવે ત્યારે હુત સ્વર ગવાતું હોય અને સાસુનાસિક અક્ષર આવે ત્યારે સાનુનાસિક સ્વર ગવાતું હોય તે ગીતને અક્ષર સમગીત કહે છે. જે સ્વરમાં જે ગીત પર ચાલતું હોય એ જ સ્વરથી તે ગીત પદને ગાવું તેનું નામ પદસમ ગીત છે. પરસ્પરમાં અભિહત હાથના તાલના સ્વરને અનુ સરીને જે ગીત ગવાય છે તેને તાલમ ગીત કહે છે. શગ અથવા લાકડીમાંથી બનાવેલી અને અંગુલિકેશથી સમાહત તંત્રીના સ્વરના અનુસાર નીકળતા સ્વરથી જે ગીત ગાવામાં આવે છે તેને લયસમગન કહે છે. જે ગીતમાં પહેલાં બંસરી આદિના સ્વરની સાથે સૂરને મેળ મેળવવામાં આવે અને ત્યારબાદ તેના સ્વરની સાથે જ જે ગીત ગાવામાં આવે છે તેને વિશ્વઃસિસોચ્છવસિતસમ ગીત કહે છે. જે ગીત સારંગી આદિ પર આંગળીઓને સંચાર કરીને સારંગી આદિના અવાજની સાથે સાથે ગાવામાં આવે છે તે ગીતને સંચાર સામગાન કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૩
૧ ૯૦