________________
આ પ્રકારનું છે. ધારો કે કઈ મુનિ પિતાના કર્મોની નિર્જરા કરવા માટે કોઈ વ્યન્તરના સ્થાનમાં કાર્યોત્સર્ગ કરીને બેસી જાય છે. ત્યારબાદ તેને પૈયની કટી કરવા માટે વ્યન્તર દેવ જુદી જુદી રીતે હેરાન કરીને ચલાયમાન કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારે તે મુનિને જે ઉપસર્ગો સહન કરવા પડે છે, તે ઉપસર્ગોને વૈમશ ઉપસર્ગો કહે છે. પૃથષ્યિમાત્રા ઉપસર્ગનું સ્વરૂપ આ પ્રકારનું હોય છે –
સંગમ દેવે પહેલાં હાસ દ્વારા મહાવીર પ્રભુને પરેશાન કર્યા, ત્યારબાદ પ્રàષથી ઉપસર્ગ કર્યા, ત્યારબાદ વિમર્શથી ઉપસર્ગો કર્યા વળી પ્રદ્વેષથી કરવા શરૂ કર્યા. આ પ્રકારે જે ઉપસર્ગો કરવામાં આવે છે તેમને પૃથગ્વિમાત્ર ઉપસગ કહે છે. આ પ્રકારના ચારે પ્રકારના દૈવી ઉપસર્ગોના દષ્ટાન્ત અહીં આપવામાં આવ્યા છે.
મનુષ્યકૃત ઉપસર્ગોને પણ આ પ્રમાણે ચાર પ્રકાર છે–(૧) હાસ, (૨) પ્રાષ, (૩) વૈમર્શ અને (૪) કુશીલ પ્રતિસેવનક.
હાસ ઉપસર્ગનું દષ્ટાન્ત-કઈ વેશ્યાની પુત્રીએ કેઈ ક્ષુલ્લક ઉપર ઉપસર્ગ કર્યો. ત્યારે તે ક્ષુલ્લકે તેને લાકડી વડે મારી. તેથી મોટે ઝગડો થયે અને રાજા પાસે ફરિયાદ કરાઈ ત્યારે ક્ષુલ્લકે રાજાની સમક્ષ શ્રીગૃહનું દૃષ્ટાન્ત કહ્યું.
પ્રાધેષ ઉપસર્ગ–સોમિલ બ્રાહ્મણે જે પ્રકારના ઉપસર્ગ વડે ગજસુકુ. મારને મારી નાખે, તે પ્રકારના ઉપસર્ગને પ્રાધેષ ઉપસર્ગ કહે છે.
વૈમર્શ ઉપસર્ગનું દષ્ટાન્ત–ચાણક્યની પ્રેરણાથી એક વખત ચન્દ્રગુપ્ત સર્વમતના અનુયાયીઓની કસોટી કરી. તેણે તેમને પિતાના અંતઃપુરમાં
લાવ્યા. ત્યારબાદ તેમની પાસે ધર્મોપદેશ અપાવ્યું. ત્યારબાદ તેણે કેટલાક સાધુઓને સુભિત કરાવ્યાં પણ જૈન સાધુઓને સુભિત કરાવવાને તે સમર્થ થયે નહીં. જે ઉપસર્ગો દ્વારા સંયમી આત્માને કુશીલ પ્રતિસેવી બનાવવાને પ્રયત્ન કરાય છે, તે ઉપગેને કુશીલ પ્રતિસેવન, ઉપસર્ગો કહે છે જેમકે કોઈ એક સાધુ સાયંકાળે કઈ એક ગામમાં આવી પહોંચે અને કઈ એક બહારગામ ગયેલા ઈર્ષ્યાળુ પુરુષના ઘરમાં તેમણે આશ્રય લીધે. તે ઘર માલિકને ચાર સ્ત્રીઓ હતી.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૬ ૭