________________
ચાર પ્રકાર કે દિવ્યાદિ સંવાસ કા નિરૂપણ
રવિદે સંવારે ઇત્તે” ઈત્યાદિ–(સૂ ૧૭) ટીકાઈ-પુરુષ અને સ્ત્રીના મિથુન સેવનને સંવાસ કહે છે. તેના નીચે પ્રમાણે, ચાર પ્રકાર કહા છે–(૧) દિવ્ય સંવાસ, (૨) આસુર સંવાસ, (૩) રાક્ષસ સંવાસ અને (૪) માનુષ સંવાસ. “લિવિ મા દિઃ ” આ વ્યુત્પત્તિ અનુસાર સ્વર્ગમાં દેવલેકમાં) જે સંવાસ થાય છે તેનું નામ દિવ્યસંવાસ છે. અહીં વૈમાનિક દેવ સંબંધી સંવાસ જ ગ્રહણ કરવામાં આવ્યું છે. “” એટલે સ્વર્ગ. સ્વર્ગમાં રહેનારા દેવને પણ અહીં ઔપચારિક રીતે “ધી કહેવામાં આવેલ છે. આ દેવોમાં જે મિથુન સેવન થાય છે તેને દિવ્ય સંવાસ કહે છે. આ પ્રકારના કથનમાં નવગ્રેવેયકવાસી દેવામાં પણ સંવાસ લેવાની વાત માનવાને પ્રસંગ ઉદ્દભવશે. પણ ત્યાં સંવાસને સદૂભાવ હોતે જ નથી. તેથી અહીં વૈમાનિક દેવ સંબધી સંપાસ જ , દિવ્યસંવાસ' પદ દ્વારા ગૃહીત થે જોઈએ ત્યાંથી આગળ નાયક આદિમાં સંવાસને સદુભાવ જ હેતે નથી. ભવનપતિ દે અને દેવીઓને સંવાસને આસુરવાસ કહે છે.
અસુર એ ભવનપતિઓને એક ભેદ છે. તે અસુરકુમારના અસુરકુમારી સાથેના સંગને પણ આસુરસંવાસ કહે છે.
વ્યન્તરને રાક્ષસ નામને ભેદ છે. તે રાક્ષસના સંવાસને રાક્ષસ સંવાસ કહે છે. મનુષ્યકૃત સંવાસને-મનુષ્ય જાતિના પુરુષ અને સ્ત્રીમાં મિથુન સેવનને—માનુષસંવાસ કહે છે. અને
સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કોઈ એક દેવ દેવીની સાથે સંવાસ કરે છે. (૨) કોઈ એક દેવ અસુરી (અસુરકુમારી સાથે સંવાસ કરે છે. (૩) કોઈ એક અસુર દેવીની સાથે સંવાસ કરે છે. (૪) કોઈ એક અસુર અસુરી સાથે સંવાસ કરે છે. રામ
વળી સંવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે–(૧) કોઈ એક દેવ દેવીની સાથે સંવાસ કરે છે. (૨) કેઈ એક દેવ રાક્ષસી સાથે સંવાસ કરે છે. (૩) કેઈ એક રાક્ષસ દેવીની સાથે સંવાસ કરે છે અને (૪) કોઈ એક રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ કરે છે. આવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૪૪